google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ ના હિગળાચાચર થી બગવાડા દરવાજા સુધીનો નવીન માગૅ બનતાં વેપારીઓએ પાલિકા પ્રમુખ નો આભાર વ્યક્ત કર્યો..

Date:

પાટણ તા. ૧૮
છેલ્લા બે દિવસથી શહેર ના હિગળાચાચર થી બગવાડા દરવાજા સુધીનો નવીન માગૅ બનતા વિસ્તારના વેપારીઓએ ખુશી વ્યક્ત કરી પાલિકા પ્રમુખ નો આભાર વ્યક્ત કર્યો હતો. પાટણ શહેરના હિગળા ચાચર થી બગવાડા દરવાજા તરફના મેઈન બજારનો આ રોડ રાજ માર્ગ તરીકે ઓળખાય છે આ રોડ ઉપર મહત્વની કહી શકાય તેવી પાટણ નાગરિક સહકારી બેંક, સરદાર બેંક, બરોડા બેંક આવેલી છે આ રોડ ઉપર કરિયાણા નું પણ ખૂબ મોટું બજાર છે પાટણનો મુખ્ય ટ્રાફિકનો ઘસારો વાહનોનો ઘસારો આ રોડ ઉપર રહેતો હોય છે.

જેને ધ્યાનમાં રાખીને પાટણ નગરપાલિકા દ્વારા ખુબ જ સરસ અને મજબૂત નવીન રોડ બનાવ્યો હોય આ પહેલા આ રોડ તૂટી ગયો હતો અને ઠેર ઠેર માગૅ પર વરસાદી પાણી ભરાવવાની સમસ્યાઓ સજૉતી હતી જે બાબતે હિંગળાચાચર વેપારીએસોસીએશન અને જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ સુરેશભાઈ સી. પટેલ દ્વારા નગરપાલિકાના પ્રમુખ હિરલબેન તેમજ કોર્પોરેટર મનોજ પટેલ,મુકેશ પટેલ, શૈલેષ પટેલ અને મહેશ પટેલ સહિતના કોર્પોરેટરોને આ રોડ નવો બનાવવા માટે રજૂઆત કરેલી હતી

જે રજૂઆતને ધ્યાનમાં લઈને પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર દ્વારા અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટરને સુચના આપીને આ રોડ ખુબ જ સરસ અને સુંદર સાથે મજબૂત બનાવતાં અને ક્યાંય વરસાદી પાણીના ભરાય તેનું ખાસ ધ્યાન રાખ્યુ હોય આવું સરસ કામ કરવાથી શનિવારે પાટણ જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તેમજ સમગ્ર કરિયાણા બજાર એસોસિએશનના પ્રમુખ સુરેશભાઈ સી. પટેલ અને વેપારી આદિત્ય રજવાડી સહિત ના વેપારીઓ દ્વારા નગર પાલિકા ના પ્રમુખ હિરલબેન પરમાર નું પુષ્પગુચ્છ તેમજ સાલ ઓઢાડી ને સન્માન કરી આભાર વ્યક્ત કર્યો હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

જુવેનાઇલ જસ્ટિસ એક્ટ ૨૦૧૫ ના અમલી કરણ માટે જિલ્લા કલેકટર ના અધ્યક્ષસ્થા ને સંકલન બેઠક યોજાઇ…

જુવેનાઇલ જસ્ટિસ એક્ટ ૨૦૧૫ ના અમલીકરણ માટે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને સંકલન બેઠક યોજાઇ… ~ #369News