પાટણ તા. ૨૦
પાટણ નગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા સફાઈ કામદારોને સોમવારે વોર્ડ નંબર સાતમાં સફાઈ કામગીરી દરમિયાન સોનાનો ચેન મળી આવતા તેઓએ સોનાના ચેન ના મૂળ માલિક ને શોધી સોનાનો ચેન પરત કરી સામાન્ય સફાઈ કામદારોએ પણ આ હળાહળ કળીયુગમાં પોતાની ઈમાનદારી ના દશૅન કરાવી માનવતા મહેકાવતા સફાઈ કામદારો ની સચ્ચાઈ અને ઈમાનદારી ને આ વિસ્તારના કોર્પોરેટર સહિત પાલિકાના અધિકારી ઓ અને સત્તાધિશોએ પણ બિરદાવી હતી.
પાટણ નગરપાલિકામાં શહેરના નાગરવાડા વોર્ડ વિસ્તાર માં ફરજ બજાવતા વાલ્મિકી સમાજના સફાઈ કામદારો સોમવારે સવારે પોતાની ચાલુ નોકરીએ નાગરવાડા વોડૅ મા સફાઈ કામગીરી કરી રહ્યા હતા તે દરમ્યાન ફરજ બજાવતા સફાઈ કમૅચારી વીર સોલંકી, મહેશ ભાઈ, ગોવિંદ ભાઈ, લાલુભાઇ,કાંતિભાઈ, જગદીશ ભાઈ અમરત ભાઈ, દેવેન્દ્ર કુમાર, ભરતભાઈ અને સફાઈ ગાડીના ડ્રાઇવર ગણેશજી ઠાકોર ને સોનાનો ચેઈન મળી આવ્યો હતો.
જે સોનાના ચેઈન મામલે તમામ સફાઈ કામદારો એ ભેગા મળી તેના માલિકની શોધ કરી સોનાનો ચેઈન પરત કરતા ચેઈન ના મહિલા માલિક સહિત આ વિસ્તારના કોર્પોરેટર ભરતભાઈ ભાટિયા તેમજ નગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓએ પણ પાટણ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓની ઈમાનદારીને બિરદાવી હતી.
અહેવાલ યશપાલ શ્યામી