google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

માનવતા ફાઉન્ડેશ પાટણ દ્રારા શૈક્ષણિક હેતુસર સર્વે સમાજના વિદ્યાર્થીઓને રાહત દરે 10 હજાર ચોપડાઓનું વિતરણ કરાયું…

Date:

પાટણ તા. ૨૨
પાટણ શહેરમાં સેવાકીય સંસ્થાઓ દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓની સાથે સાથે સમાજમાં શૈક્ષણિક પ્રવૃતિઓ દ્રારા સમાજના લોકોને આર્થિક રીતે સહયોગ પૂરો પાડવાની પ્રવૃત્તિ પણ કરવામાં આવતી હોય છે ત્યારે પાટણ શહેરમાં સેવાભાવી યુવાનો દ્વારા કાર્યરત માનવતા ફાઉન્ડેશન દ્વારા રાહત દરે દરેક સમાજના વિદ્યાર્થીઓ માટે ચોપડા વિતરણ નો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.

શહેરના આશિષ વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓ માટે રાહત દરે કરાયેલ આ ચોપડા વિતરણમા મોટી સંખ્યા માં સર્વ સમાજના વિદ્યાર્થીઓ અને વાલીઓ પોતાના બાળકોના ઉતિર્ણ થયેલા પરિણામ પત્રો લઈને જરૂરિયાત મુજબ વ્યાજબી ભાવે ચોપડા મેળવી માનવતા ફાઉન્ડેશન પાટણ ના સેવાભાવી યુવાનોની સેવાકીય શૈક્ષણિક પ્રવૃતિને સરાહનીય લેખાવી હતી.

માનવતા ફાઉન્ડેશન દ્વારા 10 હજાર ચોપડાનું વિદ્યાર્થીઓના અભ્યાસ માટે રાહતદરે વિતરણ કરવામાં આવ્યું હોવાનું માનવતા ફાઉન્ડેશન પાટણ ના પ્રમુખ તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો, કાર્યકર્તાઓએ  જણાવ્યું  હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related