પાટણ તા. ૧૮
છેલ્લા ૧૪(ચૌદ) વર્ષથી રાધનપુર પો.સ્ટે. ના છેતર પીંડી ના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને રાધનપુર પોલીસે ઝડપી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે મળતી માહિતી મુજબ પોલીસ અધિક્ષક ડો.રવિન્દ્ર પટેલ નાઓ તરફથી નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા સારૂ આપેલ સુચના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક ડી.ડી. ચૌધરી ના માર્ગદર્શન હેઠળ રાધનપુર પીઆઈ એમ.કે. ચૌધરી તેમજ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મળેલ બાતમી આધારે રાધનપુર પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં. ૧૧૯ / ૨૦૧૦ ઇ.પી.કો. કલમ ૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબ ના કામે નાસતા ફરતા આરોપી નરેશકુમાર રામ ભરોસ રઘુનાથ સેન રહે.સાંગોદ, શીવાજીનગર, બિયાવર રોડ, તા. સાંગોદ જી.કોટા (રાજસ્થાન) વાળાને ગુના કામે રાધનપુર મુકામે થી અટક કરી આગળની ઘટતી કાર્યવાહી રાધનપુર પોલીસે હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ યશપાલ સ્વામી