fbpx

પાટણ ઠકકર સમાજના સેવાભાવી પરિવાર નો માસુમ પુત્ર હરિદ્વાર ગંગા નદીમા ડુબી જતાં મોતને ભેટયો…

Date:

પાટણ તા. ૨૯
પાટણના જાણીતા સેવાભાવી રાજકીય અગ્રણી અને બિલ્ડરના વ્યવસાય સાથે સંકળાયેલા લાલેશભાઈ ઠકકરના નાના ભાઈ વિપુલભાઈ ઠકકર ના 15 વર્ષિય એક ના એક પુત્ર નું હરદ્વારની ગંગા નદીમાં નહાતી વખતે તણાઈને ડૂબી જતા મોત નિપજ્યું હોવાની ધટનાને લઈ પરિવારજનો સહિત સગા સંબંધી અને સ્નેહીજનો મા શોકની કાલિમા સાથે ગમગીની છવાઈ જવા પામી છે.

આ બનાવની મળતી માહિતી મુજબ પાટણ ઠકકર સમાજના સેવાભાવી રાજકીય અને સામાજિક યુવા આગેવાન લાલેશભાઈ ઠકકરના જીવરાજ પાર્ક સોસાયટીમાં રહેતા નાનાભાઈ વિપુલભાઈ ઠક્કર પોતાના પરિવાર સાથે હરિદ્વાર કથામાં ગયાં હતાં ત્યારે કથા પૂણૅ થયા બાદ વિપુલભાઈ ઠક્કર નો 15 વર્ષિય પુત્ર નિલેશ ઉર્ફે નીલું પોતાના મિત્રો સાથે હરિદ્વારની ગંગા નદીમાં ન્હાવા માટે ગયો હતો

ત્યારે નદીમાં નહાતી વખતે તેને પકડેલી લોખંડની એગલ હાથ માથી છુટી જતાં નિલેશ ગંગા નદી ના પાણી પ્રવાહમાં તણાતા મિત્રો એ બુમાબુમ કરતાં નદી તટે ઉભેલા કેટલાક સ્થાનિક લોકો એ નિલેશ ને બચાવવા ગંગા નદીમાં છલાંગ લગાવી તણાયેલ નિલેશ ને મહામુસીબતે બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો પરંતુ ફરજ પરના તબીબે નિલેશ ને મૃત જાહેર કરતાં હરિ દ્વાર કથા સાંભળવા ગયેલા પરિવારજનો સહિત ના લોકો મા શોકની કાલિમા સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.

હરિદ્વાર ખાતે બનેલી ધટનાની જાણ પાટણ રહેતા અન્ય પરિવારજનો સહિત ઠકકર સમાજને થતાં તેઓ ઉપર પણ દુઃખ નું આભ ફાટયુ હોય તેવી પરિસ્થિતિ નું નિમૉણ થવા પામ્યું હતું. આ સમાચાર લખાઈ રહ્યાં છે ત્યારે હરિદ્વાર ગંગા નદીમાં ડૂબી ને મોતને ભેટેલા નિલેશ ના મૃતદેહ ને પરિવારજનો હરિદ્વાર થી પાટણ લાવી રહ્યાં હોવાનું જાણવા મળ્યું છે અને પાટણ ખાતે જ તેની અંતિમ ક્રિયા કરવામાં આવનાર હોવા નું જાણવા મળ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

રાધનપુરમાં શ્રી રામ સેવા સમિતિ દ્વારા વિશ્વ ચકલી દિન નિમિત્તે પાણીના કુંડા અને માળા નું નિશુલ્ક વિતરણ કરાયું..

રાધનપુરમાં શ્રી રામ સેવા સમિતિ દ્વારા વિશ્વ ચકલી દિન નિમિત્તે પાણીના કુંડા અને માળા નું નિશુલ્ક વિતરણ કરાયું.. ~ #369News

બિપરજોય વાવાઝોડાને પગલે યુનિ. સંલગ્ન 450 કોલેજોના સ્ટાફ ભરતીના ઇન્ટરવ્યૂ મોકુફ રખાયા..

સ્ટાફ ભરતીના ઈન્ટરવ્યુ ની તારીખ યુનિવર્સિટી દ્વારા ફેરફાર કરાયો.. પાટણ...

પાટણની પરણીતાએ પતિ અને સાસરીયાઓના ત્રાસના કારણે ઝેરી દવા ગટગટાવી મોત વ્હાલુ કર્યું…

મૃતક મહિલાની માતા દ્વારા પોતાના જમાઈ સહિત દીકરીના સાસરીયા...

પાટણની કે. કે. ગલ્સૅ શાળાએ ધો. 12 નું 100℅ અને ધો. 10 નું 84.72℅ પરિણામ હાંસલ કયુઁ..

ધોરણ 10 અને 12 મા ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીનીઓને શાળાના...