પાટણ જિલ્લામાં HSC અને SSC પરીક્ષા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પડાયુ…

પાટણ તા. ૯
પાટણ જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ,ગાંધીનગર દ્વારા આગામી તા.11 માચૅ થી તા.26 માચૅ સુધી HSC (વિ.પ્ર અને સા.પ્ર)/ SSC પરીક્ષા જિલ્લામાં જુદા – જુદા પરીક્ષા કેન્દ્રો ઉપર યોજાનાર છે. આ પરીક્ષા બિલ્ડીંગની આજુબાજુ 200 મીટરની ત્રિજ્યામાં તમામ ઝેરોક્ષ દુકાનો બંધ રહે તેમજ માણસોના ટોળા એકઠા ના થાય તેમજ પરીક્ષા સમય દરમિયાન જિલ્લા માં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે સારૂ સી.આર.પી.સી.1973 ની કલમ –144 મુજબનું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એસ.પટેલ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.

પરીક્ષા કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી પાટણ જિલ્લાના આ સાથે સામેલ પરિશિષ્ટ મુજબના પરીક્ષા કેન્દ્રોની અંદર તથા તેની સીમાથી 200 મીટરની ત્રિજ્યામાં કોઈપણ વ્યક્તિ પરીક્ષા સમય દરમિયાન મોબાઈલ/ સેલ્યુલર/ ફોન / પેજર/કોર્ડલેસ ફોન/સ્માર્ટ વોચ/ટેબલેટ જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણો સાથે લઈ જઈ શકશે નહી. પરીક્ષા સમય દરમિયાન પરીક્ષા કેન્દ્રોના વિસ્તારમાં પરીક્ષા સાથે પ્રત્યક્ષપણે સંકળા યેલા હોય તે સિવાયના ચાર કે તેથી વધુ માણસોએ એકત્ર થવુ અથવા ભેગા થવુ નહી.

સુત્રો પોકારવા નહી કે સરઘસ અથવા રેલી કાઢવી નહી, પથ્થર કે અન્ય આ પ્રકારના પદાર્થ લઇ જવા નહી તેમજ પરીક્ષા કેન્દ્રોની 200 મીટર ત્રિજ્યામાં ઝેરોક્ષ મશીન તથા સ્કેનીંગની સુવિધા ધરાવાતા કેન્દ્રો ચાલુ રાખવા નહી. આ હુકમ નીચેના અધિકારીઓને લાગુ પડશે નહી.જેમાં જિલ્લા મેજીસ્ટ્રેટ અને પરીક્ષા સમિતિના અધિકારીઓ તથા પરીક્ષા કામગીરીમાં તેમજ બંદોબસ્તમાં રોકાયેલ સ્ટાફના માણસો. સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ પાટણ/સિધ્ધપુર/રાધનપુર/સમી તથા એક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રેટ પાટણ જિલ્લાના તમામ,ફ્લાઇંગ સ્કવોર્ડ ના તમામ અધિકારીઓનો સમાવેશ થાય છે.

આ આદેશનો ભંગ કરી કોઈ વ્યક્તિ પાસેથી મોબાઈલ/સેલ્યુલર ફોન / પેજર / કોર્ડલેસ ફોન/ સ્માર્ટ વોચ/ ટેબલેટ જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણો મળી આવશે તો સ્થળ ઉપરના સુરક્ષા અધિકારી આ સાધનો જપ્ત કરી શકશે. આ હુકમ અન્વયે પાટણ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ હેડકોન્સ્ટેબલ કે તેના થી ઉપરનો હોદ્દો ધરાવતા તમામ પોલિસ અધિકારીઓ આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે આઈ. પી. સી. કલમ- 188 મુજબ ફરીયાદ માંડવા અધિકૃત કરવામાં આવેલ હોવાનું જાહેર નામા  મા  જણાવાયું  છે.