fbpx

પાટણ પ્રજાપતિ સમાજના શ્રી ચામુંડા પરિવાર દ્વારા ફુલ સ્કેપ ના ચોપડા વિતરણ નો કાર્યક્રમ યોજાયો…

Date:

પાટણ તા. ૩
પાટણ પ્રજાપતિ સમાજના શ્રી ચામુંડા પરિવાર દ્વારા અનેક વિધ સેવાકીય,સામાજિક અને શૈક્ષણિક પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. ત્યારે રવિવાર ના રોજ શ્રી ચામુંડા પરિવારના વિદ્યાર્થીઓ માટે નહીં નફો નહીં નુકસાનના ધોરણે ફુલસ્કેપના ચોપડા વિતરણ નો કાર્યક્રમ શહેરના બકુલ પાર્ટી પ્લોટ ખાતે સમાજના આગેવાનો, શિક્ષણવિદો ની ઉપસ્થિત મા આયોજિત કરવામાં આવ્યો હતો.

શ્રી ચામુંડા પરિવાર દ્વારા આયોજિત કરાયેલા ફુલ સ્ક્રેપ ચોપડા વિતરણના આ કાર્યક્રમ પૂર્વે પરિવારના વિદ્યાર્થીઓને સમાજના ઉપસ્થિત આગેવાનો અને શિક્ષણવિદો દ્વારા શિક્ષણ લક્ષી માર્ગદર્શન પુરૂ પાડી પરિવારના જરૂરિયાત મંદ વિધાર્થીઓને આર્થિક રીતે મદદરૂપ બનવા તત્પરતા દશૉવી શિક્ષણક્ષેત્રે પરિવાર, સમાજ અને રાષ્ટ્ર નું નામ રોશન કરે તેવા આશીર્વાદ પાઠવ્યાં હતાં.

શ્રી ચામુંડા પરિવારના વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરાવી જરૂરિયાત મુજબ ફુલ સ્ક્રેપના ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. શ્રી ચામુંડા પરિવારની શિક્ષણલક્ષી આ પ્રવૃત્તિને સમાજના યુવા આગેવાન અને O-2 એજ્યુકેશનના કૌશિક પ્રજાપતિ,ધર્મેશ પ્રજાપતિ, નરેન્દ્ર દલવાડી, ચિંતન પ્રજાપતિ, યશપાલ સ્વામી, દશરથ ભાઈ મંડપ વાળા, ડો અમિત પ્રજાપતિ સહિતના આગેવાનો એ સરાહનીય લેખાવી પ્રમુખ દાદાએ પોતાના આશીર્વાદપાઠવ્યાં હતા.

શ્રી ચામુંડા પરિવાર દ્વારા શૈક્ષણિક હેતુસર આયોજિત કરાયેલા કુલ સ્કેપ ચોપડા વિતરણ ના કાર્યક્રમને સફળ બનાવવા ધવલભાઈ, વિષ્ણુભાઈ, ડી. કે. , રમેશભાઈ, દેવેન્દ્ર ભાઈ સહિતના પરિવાર સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

વડાપ્રધાનના મહેસાણા જિલ્લામાં આગમન ને લઇ બહુચરાજી મંદિરમાં મહાઆરતી કરાઈ..

પાટણ તા. 30ગુજરાત ના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન...