પાટણ તા. ૬
વિશ્વ પયૉવરણ દિવસે રિલાયન્સ ફાઉન્ડેશ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ફોરેસ્ટ વિભાગ દ્વારા કચ્છના છેવાડાના તાલુકાના ગુનેરી ગામે જાગૃતતા સેમિનાર અને 500 વૃક્ષોનું પ્લાન્ટેશન કરવામાં આવ્યું હતું. કચ્છ જિલ્લો વિવિધ આપતિઓ જેવીકે વાવઝોડા, સુનામી, ભૂકંપ, પુર, દુષ્કાળ વગેરે માં સંભવિત જિલ્લા ઓમાંનો એક છે.જેના હેતું થકી રિલાયન્સ ફાઉન્ડશન કચ્છ જિલ્લામાં ડિઝાસ્ટર રિસ્ક રીડક્શનની કામ ગીરી કરી રહ્યું છે.
કલાઈમેન્ટ ચેન્જની અસરો સમગ્ર વિશ્વમાં જોવા મળી રહી છે ત્યારે લોકો વધુ વૃક્ષ વાવે એ માટે જાગૃતતા અને અગાઉ જે પ્લાન્ટેશન કરેલ હતું એમાં નુકશાન થયેલ રોપાઓનું પુનઃ વાવેતર હાથ ધરવામાં આવ્યું હતું. લોકોને પ્લાન્ટેશન થી થતા ફાયદાઓ અને અસરો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતાં. આ પ્રસંગે રીલાયન્સ ફાઉન્ડેશનના મુકેશભાઈ દેસાઈ સહિત ફોરેસ્ટ અને ગામના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ યશપાલ સ્વામી