fbpx

યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે રવિવારના રોજ પાટણ ની નર્તન નૃત્ય ક્લા સંસ્થા દ્વારા ભરત નાટ્યમ્ આરંગત્રમ્ ની પ્રસ્તુતિ કરાશે..

Date:

પાટણ તા. ૭
સંગીત ની નગરી પાટણ શહેરમાં રવિવારના રોજ સવારે ૯-૩૦ કલાકના સમયે સૌ પ્રથમવાર યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે ભારતીય સંસ્કૃતિ વારસાનું અભિન્ન અંગ ભરત નાટ્યમ્ આરંગત્રમ્ ની પાટણની નર્તન નૃત્ય કલા સંસ્થા દ્રારા પ્રસ્તુતિ કરવામાં આવનાર છે.

જેમાં નૃત્ય કલાગુરુ શ્રીમતી મોના નાયક અને ધ્વની નાયક ના માર્ગદર્શન હેઠળ ચિ.અવની, ચિ. ધ્યાની અને ચિ. ખુશી તેમની નૃત્ય આરાધનાના માધ્યમથી પોતાની કલાને આરંગેત્રમ દ્વારા ભગવાનશ્રી નટરાજ તથા ગુરુને સમર્પિત કરશે.

નૃત્યની અભિવ્યક્તિના આ શુભ અવસરને બિરદાવવા તથા શુભાશીષ પાઠવવા કાર્યક્રમ ના અધ્યક્ષ પદે ડૉ. કિશોરભાઈ સી. પોરિયા કુલપતિ હેમ.ઉ. ગુ. યુનિ. પાટણ, ઉદ્ઘાટક પદે ડૉ.સ્મૃતિબેન વાઘેલા આસી. પ્રોફેસર, ડિપાર્ટમેન્ટ ઓફ ડાન્સ,ફેકલ્ટી ઓફ પરફોર્મીંગ આર્ટ્સ એમ. એસ. યુનિવર્સિટી,વડોદરા, અતિથિ વિશેષ પદે નારણભાઈ એલ.ઠક્કર,ટ્રસ્ટી જલારામ સેવા ટ્રસ્ટ પાટણ ખાસ ઉપસ્થિત રહેનાર હોવાનું ભરત નાટ્યમ્ ના આયોજિત કાર્યક્રમમાં નિમંત્રક બંટુભાઈ આર.રાણા, આરતી રાણા, હષૅ, રાકેશ બી ઠક્કર, ડૉ. નિખિલ ખમાર, ડૉ. નિયતિ ખમાર, કિંજલ ઠક્કરે જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 73 માં જન્મદિવસની પાટણ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ઉજવણી કરાઈ..

અનુસૂચિત જાતિ મોરચા દ્વારા વડાપ્રધાનના જન્મદિવસે કેક કાપી બાળકોને...

પાટણમાં આયોજિત ઇન્ટરનેશનલ શિવ કથાકાર પ.પૂ.ડો.લંકેશ બાપુની શિવકથા ની પોથીયાત્રા ભક્તિ સભર માહોલ માં યજમાન પરિવારોને ત્યાંથી પ્રસ્થાન પામશે..

પાટણમાં આયોજિત ઇન્ટરનેશનલ શિવ કથાકાર પ.પૂ.ડો.લંકેશ બાપુની શિવકથા ની પોથીયાત્રા ભક્તિ સભર માહોલમાં યજમાન પરિવારોને ત્યાંથી પ્રસ્થાન પામશે.. ~ #369News

પાટણ શહેરના શીતળા માતાના મંદિર પરિસર ખાતે શીતળા સાતમ પર્વની ભક્તિ સભર ઉજવણી કરાય..

મહિલાઓએ માતાજીને નૈવેધ અર્પણ કરી પરિવારની અને બાળકોની સુખ,...