fbpx

પાટણ સાયન્સ સેન્ટર ખાતે વિશ્વ બ્રેઈન ટ્યૂમર દિવસ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ યોજાયો…

Date:

પાટણ તા. ૮
પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે તા. 8 જૂન 2024 ના રોજ વિશ્વ બ્રેઈન ટ્યૂમર દિવસ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 150 થી વધુ સહભાગીઓએ ભાગ લીધો હતો. નિષ્ણાત ગાઈડ દ્વારા વૈજ્ઞાનિક ચર્ચા અને વૈજ્ઞાનિક-શો ના માધ્યમથી મગજને લગતા રોગો અને તેમાં મગજની ગાંઠ (ટ્યુમર), તેના ઉપચારો અને તેના ગંભીરપરિણામો વિશે સહભાગીઓને જાગૃત કરવામાં આવ્યા હતા.

સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો. સુમિત શાસ્ત્રી એ જણાવ્યું કે વિશ્વ મગજની ગાંઠ દિવસની ઉજવણી નો ઉદ્દેશ્ય મગજની ગાંઠો વિશે જાગૃતિ લાવવાનો અને આ ગંભીર સ્થિતિથી પ્રભાવિત લોકોને મદદ કરવાનો છે. મગજની ગાંઠો મગજની અંદર કોષોની અસામાન્ય વૃદ્ધિ છે.

આ વૃદ્ધિ કેન્સરગ્રસ્ત (જીવલેણ) અથવા બિન-કેન્સર (સૌમ્ય) હોઈ શકે છે. સામાન્ય રીતે મગજની ગાંઠમાં પાંચ લક્ષણો હોય છે જેમાં માથાનો દુખાવ, આંચકીનો હુમલો, વિચારવામાં અને બોલવામાં મુશ્કેલી,સંતુલન રાખવામાં મુશ્કેલી, દ્રષ્ટિની સમસ્યાઓ તથા સાંભળવાની સમસ્યાઓ. પ્રારંભિક શોધ નિર્ણાયક છે! વિશ્વ બ્રેઈન ટ્યુમર ડે પર આ લક્ષણોને ઓળખો અને તમારા સ્વાસ્થ્યને સશક્ત બનાવો તેવી તેઓએ અપીલ કરી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

ગુજરાતના સૌથી મોટા પ્રકૃત્તિ વનમાં પાણીની પરબ અને ચબુતરાનું લોકાર્પણ કરાયું..

દાતા પરિવારની દીર્ઘ દ્રષ્ટિથી ભણેલા અને સમૃદ્ધ પરિવારોને પણ...

ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં ૧૮ વષૅ પહેલાં નોધાયેલ ઘરફોડ તથા મો.સા.ચોરીઓના ત્રણ ગુનાનો આરોપી ઝડપાયો.

છેલ્લા ૧૮ વર્ષથી નાસતા-ફરતા રાજસ્થાન રાજ્યના આરોપીને પકડી સફળતા...

શેઠ એમ એન હાઇસ્કુલપાટણના 17 વિધાર્થીઓએ ટેકવેન્ડો સ્પર્ધા માં મેડલો નો દબદબો રચ્યો..

17 વિદ્યાર્થીઓએ 17 મેડલ મેળવી શાળા ને ગૌરવ અપાવ્યું… શાળા...