પાટણ તા. ૯
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રવિવાર ના રોજ ચેરમેન યોગ સેવક શીશપાલજી ની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ પાટણ નગર પાલિકા ગાર્ડન, અઘારા દરવાજા ખાતે સવારે ૬:૦૦ થી ૭:૩૦ કલાકના સમય દરમ્યાન સ્ટેટ કો. ઓડિનેટર રાધેશ્યામજી યાદવ અને જિલ્લા કો ઓડિનેટર અંકિતાબેન પટેલ એ આંતર રાષ્ટ્રીય યોગ દિન નિમિત્તે કોમન યોગા પ્રોટોકોલ ની તાલીમ શિબિર કરવામાં આવી
આ શિબિર માં નગર ના યોગ કોચ અને યોગ ટ્રેનર ઉપસ્થિત રહ્યા હતા જે પૈકી યોગ ટ્રેનર યામિનીબેન, નિશાબેન,હેમાબેન,અસ્મીબેન દ્રારા ચાલતા દૈનિક યોગ ક્લાસ ના ૧૦૦ થી વધારે સાધકો જોડાયા હતા.
અહેવાલ યશપાલ સ્વામી