google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

શ્રી પદ્મનાભવાડી પરિસરમાં કપીરાજો અને શ્ર્વાનોને પાણી પીવા માટે એકટીવ ગૃપ તરફથી 8 ટાંકીઓ અપૅણ કરાઈ..

Date:

પાટણ તા. ૧૨
પાટણમાં સેવાકીય પ્રવૃત્તિ કરી આગવી લોકચાહના પ્રાપ્ત કરનાર એક્ટિવ ગ્રુપ દ્વારા ઉનાળાની ગરમીમાં અબોલ પશુ પક્ષીઓ માટે પાણીના કુંડા અને પાણીની કુંડીઓનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે.

ત્યારે એક્ટિવ ગ્રુપ દ્વારા યશપાલ સ્વામી અને રાજેશ ભાઈ પ્રજાપતિ ( ખન્નાભાઈ) ની પ્રેરણાથી પાટણ પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાથજીના વાડી પરિસર મા આશ્રય લઈ રહેલા અસંખ્ય કપીરાજો અને શ્ર્વાનો ને પીવા માટે પાણીની 8 ટાંકી અપૅણ કરવામાં આવી છે.

શ્રી પદ્મનાભ ભગવાન ની વાડી મા અબોલ જીવો પ્રત્યે પ્રેમ અને કરૂણા ની ભાવના સાથે સેવા કરતાં રાજેશભાઈ પ્રજાપતિ ( ખન્નાભાઈ) દ્રારા આ કુંડી ઓને વાડી પરિસરમાં જુદી જુદી જગ્યાએ મુકીને તે કુડીઓ મા નિત્ય સવાર સાંજ પાણી ભરવામાં આવતા વાડી પરિસરમાં આશ્રય લઈ રહેલા કપી રાજો અને શ્વાનો તેનો લાભ લઈ ઉનાળાની ગરમી માં રાહત અનુભવી રહ્યા છે.

આ અબોલ જીવો ની સેવાનું કાર્ય કરનાર પાટણ એક્ટિવ ગ્રૂપ અને આ સેવા ને સાચા અર્થમાં ચરિ તાર્થ કરતા રાજેશભાઈ પ્રજાપતિ (ખન્નાભાઈ) ની સેવાને પાટણ પ્રજાપતિ સમાજ અને શ્રી પદ્મનાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ સરાહનીય લેખાવી છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણની પદ્મનાભ નગર સોસાયટીના રહીશોએ પાણી મુદ્દે પાલિકામાં માટલા ફોડ્યા..

પાલિકા પ્રમુખને ઉગ્ર રજૂઆત કરી પાણીનો પ્રશ્ન હલ કરવા...

“સખી” વન સ્ટોપ સેન્ટર પાટણ દ્વારા પતિ- પત્ની ના ઝઘડાનું સુખદ સમાધાન કરાવ્યું.

પાટણ તા. ૨૬ભારત સરકાર પુરસ્કૃત મહિલા અને બાળ વિકાસ...