fbpx

“સખી” વન સ્ટોપ સેન્ટર પાટણ દ્વારા પતિ- પત્ની ના ઝઘડાનું સુખદ સમાધાન કરાવ્યું.

Date:

પાટણ તા. ૨૬
ભારત સરકાર પુરસ્કૃત મહિલા અને બાળ વિકાસ મંત્રાલય અને મહિલા અને બાળ અધિકારી પાટણના માર્ગદર્શન હેઠળ “સખી” વન સ્ટોપ સેન્ટર, મેડીકલ હોસ્પિટલ,ધારપુર ખાતે તા. ૦૧-૦૮-૨૦૧૮થી કાર્યરત કરવામાં આવેલ છે. જેમાં પાટણ જીલ્લાની પીડિત મહિલાઓને એકજ છત્ર નીચે કાયદાકીય સહાય, તબીબી સહાય, પોલીસ સહાય, હંગામી ધોરણે પાંચ દિવસ માટે આશ્રય અને મનવૈજ્ઞાનિક કાઉન્સેલિંગ સરળતાથી મળી રહે તે હેતુથી “સખી” વન સ્ટોપ સેન્ટર શરૂ કરવામાં આવેલ છે.

ત્યારે ગતરોજ એક અરજ્દાર બેનને યોગાંજલી ટ્રસ્ટ સિધ્ધપુર દ્રારા“સખી” વન સ્ટોપ સેન્ટર મા રીફર કરેલ જે બેન ના પતિ તેમજ સાસરી પક્ષ ના લોકો એ મારઝુડ કરી ૯ માસ નુ બાળક પડાવી લીધેલ હોય વાગેલી હાલતમા “સખી” વન સ્ટોપ સેન્ટર મા આવેલ બેન ખુબજ ગભરાયેલ હોઇ અને માર વાગેલ હોય ખુબ જ તક્લીફ મા સેન્ટર મા આવેલ બેન ને ખુબ જ શારિરીક પીડા થતી હોય

મેડિકલ સારવાર કરાવી, કાઉન્સેલિગ કરી, પોલીસ ને જાણ કરી અને બેન બીજા જીલ્લા ના હોય પોલિસ સાથે સંકલન કરી બેન ને પોતાનું બાળક પરત અપાવેલ પોલીસ ફરીયાદ કરાવેલ બેન પોતાના દુધ પીતા બાળક ને પરત મેળવી ખુબ જ ખુશ થયેલ અને ત્યારબાદ બેન પોતાના બાળક સાથે એક માસ પોતાના પિયરમાં રહે તે દરમિયાન બેનના પતિને પોતાની ભૂલનો અહેસાસ થતાં તે સેન્ટરમાં મદદ માટે આવતા સેન્ટ્રલ દ્વારા બેનને પણ રૂબરૂ બોલાવવામાં આવેલ અને તેમનું કાઉન્સિલિંગ કરતા તેઓ પોતાના પતિ સાથે જવા માગતા હોય બંને પતિ પત્નીની જોઈન્ટ મીટીંગ કરી અને બંને પતિ પત્ની સમાધાન કરવા માંગતા હોય સેન્ટર દ્વારા બંને પતિ પત્નીનું સુખદ સમાધાન કરાવેલ અને બંનેના પરિવારજનો પણ એક પરિવાર તૂટતો બચી જતા આનંદની લાગણી અનુભવી સખી વન સ્ટોપ સેન્ટર ના કર્મચારીઓ નો આભાર વ્યક્ત કર્યો  હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

ઐતિહાસિક રાણકી વાવ નિહાળવા આવેલા ચાર પર્યટક મિત્રો પૈકી બે પર્યટક મિત્રો ઉપર વીજળી પડતા એકનું મોત એક ઘાયલ..

ઐતિહાસિક રાણકીવાવ નિહાળવા આવેલા ચાર પર્યટક મિત્રો પૈકી બે પર્યટક મિત્રો ઉપર વીજળી પડતા એકનું મોત એક ઘાયલ.. ~ #369News

પાટણ ની ઐતિહાસિક ધરોહર સાથે પટોળા હાઉસ ની મુલાકાત લેતા ડીસા યુવક સંધ સંચાલિત જુના ડીસા ની ઓસવાળ કોલેજ ના વિધાર્થીઓ..

વિદ્યાર્થીઓ પાટણની ઐતિહાસિક ધરોહરની માહિતી સાથે પટોળાના વણાટની કામગીરીથી...

પાટણ થી મહેસાણા તરફ જતી રેલવે ની ટકકરે અજાણ્યા આધેડ નું મોત..

લાશની ઓળખ વિધી ન થતાં લાશને ધારપુર હોસ્પિટલ ના...