fbpx

યુનિવર્સિટી હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગમાં 44 જગ્યાની સામે 76 વિધાર્થીઓએ ઓનલાઈન પ્રવેશ ફોમૅ ભયૉ..

Date:

પાટણ તા. ૧૪
પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગ ખાતે નવા શૈક્ષણિક સત્રથી એડમીશન પ્રક્રિયા માટે ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી 13 તારીખ સુધીમાં કુલ 76 વિદ્યાર્થીઓ એ પ્રવેશ માટે જીકાસ પ્રોટેલ પર ઓનલાઈન ફોર્મ ભર્યાં હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે આગામી 20 જૂન ના રોજ 40 બેઠક અને 10 ટકા EWS સાથે કુલ 44 બેઠક માટે કોમ્યુટર બેઝ ટેસ્ટ પરીક્ષા લેવામાં આવશે , પરીક્ષા બાદ વિદ્યાર્થીઓ તરતજ પોતાનું પરિણામ જોઈ શકશે.

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં વર્ષ 2009 થી સરકાર અનુદાનીત હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગ કાર્યરત કરવામાં આવ્યો છે. 2009 ની પ્રથમ બેંચથી લઈને અત્યાર સુધીમાં 15 બેંચોમાં પોસ્ટ ગ્રેજયુએશન પ્રોગ્રામનાં વિવિધ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરી ચુકેલા વિદ્યાર્થીઓ ગુજરાત સહિત ભારત તેમજ વિદેશના દેશોમાં ઉચ્ચ કક્ષાની હોસ્પિટલો માં પ્લેસમેન્ટ જોબ ધરાવે છે.ત્યારે 16 મી બેંચ માટે હોસ્પિટલ મૅનેજમેન્ટ વિભાગનાં એડમીશન માટે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરુ કરાઈ હતી ત્યારે આ વખતે હવે 44 બેઠક માટે 78 વિદ્યાર્થીઓએ પ્રવેશ ફોર્મ ભર્યા હોય ત્યારે આગામી તા.20 જૂન ના રોજ હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગ ખાતે 44 બેઠક માટે 78 વિદ્યાર્થીઓની કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે. જેમાં 100 માર્ક્સ નું ઓનલાઇન પેપર હશે જેમાં એક પ્રશ્ન નો એક માર્ક્સ હશે.

જેમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપ્યા બાદ તરતજ પોતાનું પરિણામ કોમ્યુટર માં જોઈ શકશે.તો વિદ્યાર્થીઓ માટે સિલેબસ પણ ઓનલાઇન વેબસાઈટ પર મૂકવામાં આવ્યો હોવાનું હોસ્પિટલ મેનેજમેન્ટના વડા ડો. કે. કે. પટેલ જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પરિણીત મહિલાઓના બખ્ખા: મળશે પૂરા 6 હજાર રૂપિયા, સરકારે કરી જાહેરાત

પરિણીત મહિલાઓના બખ્ખા: મળશે પૂરા 6 હજાર રૂપિયા, સરકારે કરી જાહેરાત ~ #369News

પાટણમાં મકર સંક્રાંતિ એ હવા અનુકૂળ રહેતાં આકાશ રંગબેરંગી પતંગોથી ઝળહળી ઉઠ્યું…

પતંગ રસિયાઓએ ડીજેના સથવારે મનભરીને મકરસંક્રાંતિની મોજ માણી.. દિવસ ભર...

પાટણ પંથકમાં તંત્રથી બેખોફ ભૂમાફિયાઓ દ્રારા મોટા પાયે કરાતી ખનન ચોરી..

ખનન ચોરી મામલે જાગૃત લોકો દ્વારા તંત્ર નું ધ્યાન...