ચંદ્રુમાણા અને કે કે ગર્લ્સ હાઇસ્કુલ પાટણ ખાતે રોટરી ઉધાન ખુલ્લુ મુકાયું તો બ્યુટી પાર્લર કોર્સ નું સમાપન કરાયું..
પાટણ તા.૧૮
રોટરી કલબ પાટણ દ્રારા અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે ત્યારે મંગળવારે કલબ દ્રારા સેવાકીય, સામાજિક અને શૈક્ષણિક એમ ત્રિવિધ પ્રવૃત્તિ ડિસ્ટ્રિક્ટ ગવર્નર રો. મેહુલભાઈ રાઠોડ ના અધ્યક્ષ પદે કરવામાં આવી હતી.
રોટરી કલબ પાટણ દ્રારા મંગળવારે આયોજિત ત્રિવિધ સેવા પ્રવૃતિનો પ્રારંભ પાટણ તાલુકાના ચંદ્રુમાણા પ્રાથમિક શાળા મા તૈયાર કરવામાં આવેલ રોટરી ગૌરીવનનું લોકાર્પણ કરવા માં આવ્યું હતું ત્યારબાદ પાટણની કે.કે. ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે દાતા ડો. રો. ભરત વિધાણી અને ડો. કવિતા વિધાણી ના સહયોગ થી તૈયાર કરવામાં આવેલ રોટરી ઉધાન નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ કે કે ગર્લ્સ હાઇસ્કુલના આચાર્ય ડો. દિનેશભાઈ પ્રજાપતિ, કમલેશભાઈ સ્વામી સહિત સમગ્ર કે કે ગર્લ્સ સ્ટાફ પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. જયારે સાજે રોટરી- મહીલા મંડળ દ્વારા સંચાલિત બ્યુટી પાર્લર કોર્ષ નો સમાપન કાર્યક્રમ, ખેતરવસી સ્થિત રોટરી હોલ,બ્લડ બેંક ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો.
રોટરી ક્લબ પાટણ દ્વારા પર્યાવરણને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલા રોટરી ઉધાનના પ્રોજેક્ટની પાટણના સૌ પ્રબુધ્ધ નગરજનોએ સરાહનીય લેખાવી હતી.
પાટણ રોટરી ક્લબ દ્વારા આયોજિત આ ત્રિવિધ કાર્યક્રમ રોટરી ડીસ્ટ્રીક ગવર્નર મેહુલભાઈ રાઠોડ, પાટણ રોટરી ક્લબના પ્રમુખ ઝુઝારસિહ સોઢા, મંત્રી વિનોદભાઈ સુથાર, રો બાબુભાઈ પ્રજાપતિ, જયરામભાઈ પટેલ, વિનોદભાઈ જોશી, રણછોડભાઈ પટેલ, જયરામભાઈ પટેલ, મહેન્દ્રભાઈ પટેલ, ભગાભાઈ પટેલ, ભાવેશ ભાઈ ત્રિવેદી,ભાવનાબેન રાઠોડ, રીનાબેન પટેલ, નિમિષાબેન પટેલ, સંગીતાબેન સુથાર સહિત રોટરી ક્લબ ઓફ પાટણ પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ યશપાલ સ્વામી