એકી સાથે આટલા બધા ધેટાઓના મોત નિપજતા માલધારી પર દુ:ખ નો પહાડ તૂટીયો.
પાટણ તા. 19
પાટણ જિલ્લાના સમી તાલુકાના ચડિયાણા ગામે એરંડા ના કુણા પાન ખાતા 40 થી વધુ ઘેટાંના ટપો ટપ મોત નિપજ્યા હોય જેના પગલે માલધારી પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે.આ બાબતે મળતી હકીકત મુજબ સમી તાલુકાના ચડીયાણા ગામે એરંડા નું વાવેતર કરાયેલા એક ખેતરમાં ઘેટાંનું ટોળું ધુસી જતા અને એરંડાના કુણા કુણા પાન આરોગતા ધેટાઓના શરીર મા ઝેરી અસર થતા એક પછી એક ઘેટાંના મોત થવા લાગ્યા હતા.
ખેડૂતના ખેતરમાં વાવેલ એરંડા ના પાક ના કુણા પતા ખાઈ જતા 40 થી વધુ ઘેટાં ના મોત થવાના કારણે ગ્રામજનોમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી.આ ઘટનાની જાણ તંત્રના અધિકારીઓને થતાં તેઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરી હતી જોકે બનાવના પગલે માલધારી પર દુઃખ નો પહાડ તૂટી પડયો હોય મૃતક ધેટાઓના વળતરની રકમ સરકાર દ્વારા મળે તેવી આશા માલધારી એ વ્યકત કરી છે.