google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

સિદ્ઘપુરની અભિનવ હાઈસ્કૂલ અને શિશુ મંદિરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.

Date:

પાટણ તા. ૨૧
વિદ્યાભારતી,ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી વિદ્યોત્તેજક મંડળ સંચાલિત શ્રી અભિનવ હાઈસ્કૂલ અને શ્રી લોક કલ્યાણ ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી શિશુ મંદિર, સિદ્ઘપુર ખાતે દસમા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ યોગ શિબિરના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને આચાર્યોએ વિવિધ પ્રકારના યોગ કર્યા હતા. સરકારી આયુર્વેદ હોસ્પિટલના વૈદ્ય ડૉ. હિતેન્દ્રભાઈ શુક્લએ યોગ દ્વારા પોતાના શરીરને કેવી રીતે નિરોગી રાખી શકાય તેના વિશેની માહિતી આપી હતી તેમજ યૌગિક જીવનચર્યા સમજાવી હતી. યોગ ટ્રેનર માવજી
જી ઠાકોરે સૌને યોગાભ્યાસ કરાવ્યો હતો.

આ કાર્યક્રમમાં સરકારી આયુર્વેદ હોસ્પિટલના વૈદ્ય જીગ્નેશભાઈ પટેલ, અભિનવ હાઈસ્કૂલના પ્રદ્યાનાચાર્ય ડૉ.રૂપેશભાઈ ભાટિયા, ટ્રસ્ટના પ્રમુખ મનુભાઈ પટેલ, વ્યવસ્થાપક અરવિંદભાઈ દવે સહિત મોટી સંખ્યા માં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

એસટી માં ફરજ બજાવતા દસનામી ગોસ્વામી સમાજના કર્મચારીઓનો હારીજ મુકામે સ્નેહ મિલન સમારોહ યોજાયો..

એસટી માં ફરજ બજાવતા દસનામી ગોસ્વામી સમાજના કર્મચારીઓનો હારીજ મુકામે સ્નેહ મિલન સમારોહ યોજાયો.. ~ #369News

સરસ્વતી તાલુકાની વામૈયા પ્રાથમિક શાળામાં ૭૭ મો સ્વાતંત્ર પવૅની ઉજવણી કરવામાં આવી.

પાટણ તા. 16 સરસ્વતી તાલુકાની વામૈયા પ્રાથમિક શાળામાં ૭૭...