પાટણ તા. ૨૧
વિશ્વ યોગ દિવસની ઉજવણીને લઈને પાટણ ખાતે વિવિધ જગ્યા ઉપર યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે જિલ્લા રમત ગમત સંકુલ ખાતે આવેલ સ્વિમિંગપુલ ની સવારની બેચ ના તરવૈયાઓ એ પાણી મા વિવિધ પ્રકારના યોગ કરી યોગ દિવસની ઉજવણી કરી હતી.
વિશ્વ યોગ દિવસ નિમિત્તે સ્વિમિંગ પુલના સભ્યોને ટ્રેનર દ્વારા પાણીની અંદર વિવિધ પ્રકારના આસનો કરી યોગ દિવસની ઉજવણીને યાદગાર બનાવી હતી.
અહેવાલ યશપાલ સ્વામી