રહીશોની રજુઆત પગલે યોગ્ય કરવાની ખાતરી સાથે જીઈબી તંત્ર નું ધ્યાન દોરવાની ધારાસભ્યે હૈયાધારણા આપી..
પાટણ તા. ૨૧
પાટણ શહેરમાં ગંજશહીદ પીર વિસ્તાર માં વર્ષો થી પાવર હાઉસ કાર્યરત હતું જે શહેર ના મધ્ય માં આવેલ હોવાથી વોર્ડ નંબર ૭,૮,૯ અને ૧૦ માં રહેતા તમામ સમાજ ના લોકો ને વીજ અંગે ની ફરિયાદ હોય અથવા કોઈ વીજ સમસ્યા હોય કે વીજ બીલ ભરવાનું હોય તે સરળ રહેતું હતું.
પરંતુ કોઈ કારણોસર આ પાવર હાઉસ અન્યત્ર ખસેડાતા આ વિસ્તાર ના લોકો ને પારાવાર મુશ્કેલીઓ અને તકલીફો નો સામનો કરવાની નોબત આવી પડી છે.વીજ બિલ ભરવા પણ હવે લોકો ને હાઇવે સ્થિત વીજ કચેરી એ લાંબા થવું પડે છે. અથવા અમરત કાકા કોમ્પ્લેક્સ માં લાંબી લાઇન માં ઉભા રહેવું પડે છે.
જ્યા વીજ બિલ ભરવા આવતા વૃદ્ધ વડીલો,મહિલાઓ માટે કોઈ પણ પ્રકારની બેઠક વ્યવસ્થા કે પીવા માટે ના પાણીની વ્યવસ્થા ઉપલબ્ધ ન હોવાના કારણે અહિં બીલ ભરવા આવતાં લોકોને ખૂબ જ તકલીફ વેઠવી પડે છે.
ત્યારે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આ વિસ્તારના જાગૃત રહીશોએ વિસ્તારના લોકો ની સહીઓ મેળવી પાવર હાઉસ ખાતે એક માત્ર વીજ બિલ ભરવા અંગે ની ઓફીસ પણ કાર્યરત કરવામાં આવે તેવી માગ સાથે પાટણના ધારાસભ્ય ડો.કિરીટભાઈ પટેલ ને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
ધારાસભ્ય એ રહીશોની રજુઆત પગલે આ સમસ્યાને ધ્યાને લઇ આગળ રજુઆત કરી વીજ બિલ સ્વીકારવા અંગે ની કચેરી પાવર હાઉસ ખાતે પુનઃ કાર્યરત કરવામાં આવે તે અંગે ની સંપૂર્ણ કોશિશ કરવાની ખાતરી આપી હતી.
અહેવાલ યશપાલ સ્વામી