fbpx

કાંસા હાઇસ્કુલમાં રાષ્ટ્રધ્વજ લહેરાવી સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી..

Date:

પાટણ તા. ૧૫
સરસ્વતી તાલુકાના કાંસાની શ્રી .એસ.પી .ઠાકોર સર્વોદય વિદ્યાલય ખાતે સ્વતંત્રતા દિવસની ખુબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.જેમાં મુખ્ય મહેમાન શંકરસિંહ રાજપૂતના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે રામસિંહભાઈ ચૌધરી,અરવિંદભાઈ પંચાલ,જેસાજી ઠાકોર, બીજલજી ઠાકોર સહિત ગ્રામજનો ,વાલીગણ , શાળાના વિદ્યાર્થીઓ, નાના બાળકો,ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત પ્રાર્થના, સ્વાગત ગીત, દેશભક્તિ ગીતો, ડાન્સ, ઘુમર વગેરે કાર્યક્રમો સાથે વિદ્યાર્થી ભાઈ- બહેનોએ 15 મી ઓગસ્ટ અને તિરંગા ના મહત્વ વિશે સ્પીચ આપી હતી.

આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય ડી.ડી.મોદી એ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. આ કાર્યક્રમમાં સંગીત આર.આર.યુ.મહારાજાએ આપ્યું હતું. કાર્યક્રમનું સ્ટેજ સંચાલન શાળાના વિદ્યાર્થી વિરેન્દ્રસિંહ. બી. રાજપૂતે કર્યું હતું તેમજ આભાર વિધિ વી.જી.
ઠાકોરે કરી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના અધાર ગામે ભક્તિ સંગીતના સુરો વચ્ચે શ્રી કુંવારીકા માતાજીની રથયાત્રા નીકળી..

પાટણના અધાર ગામે ભક્તિ સંગીતના સુરો વચ્ચે શ્રી કુંવારીકા માતાજીની રથયાત્રા નીકળી.. ~ #369News

પાટણમા કચરાના ઢગલા માથી ખોરાક આરોગનાર ગૌમાતા ને પોઈઝનિગ ની અસર થતાં ઢળી પડયા..

એનિમલ્સ એમ્બ્યુલન્સ ની ટીમ ને જાણ કરાતા તેઓએ તાત્કાલિક...