પાટણ તા. ૨૮
પાટણની શેઠશ્રી નાગરદાસ ગુલાબચંદ પટેલ પ્રાથમિક શાળા તથા શેઠ એમ. એન. પ્રાથમિક શાળામાં બાલવાટિકા અને ધોરણ -1 ના નાના ભૂલકાઓનો ભારતીય સંસ્કૃતિ રીતિ રિવાજ પ્રમાણે વૈદિક મંત્રોચાર માં સરસ્વતીનું પૂજન, ગુરુ પૂજન સાથે તમામ બાળકોને શુક્રવારે કુમકુમ તિલક કરી શાળા પરિસરમાં આવકારવામાં આવ્યા હતા.
આ પ્રસંગે બાલવાટિકામાં – 64 અને ધોરણ -1 માં 67 નાના ભૂલકાઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. પ્રવેશ લેનાર તમામ બાળકોને ગોપાલ કૃષ્ણ ટ્રસ્ટ દ્વારા સ્કૂલ બેગ, પાણીની બોટલ, નોટબુક, પેન્સિલ, રબર , સંચો અને દેશી હિસાબની બુક અપૅણ કરવામાં આવી હતી.તો પાટણ એક્ટિવ ગ્રુપ દ્વારા બાલ વાટિકા અને -ધોરણ-1 ના બાળકોને પાણીની બોટલ તથા ફૂડ પેકેટ વિતરણ કરાયા હતા.
અનાથ બાળકો તેમજ જે બાળકના માતા-પિતાની આર્થિક પરિસ્થિતિ નબળી છે તેવા બાળકો માટે ભરતભાઈ દેવચંદભાઈ પટેલ (USA) તરફ થી અંકે રૂ. 50,000 શાળા પરિવારને અપૅણ કરવામાં આવ્યા હતા. ભૂતપૂર્વ શિક્ષક અને દાતા દ્વારા રામભરોસે 122 વિદ્યાર્થીઓને ચોપડા-નોટોનું વિતરણ કરવામાં આવેલ.
આ પ્રસંગે ગોપાલ કૃષ્ણ ટ્રસ્ટ તથા ઉ.ગુ.યુ,મંડળના પ્રમુખ ડૉ.જે.કે.પટેલ,મંત્રી મનસુખભાઈ પટેલ, ઉપ પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ, સહમંત્રી અશોકભાઈ પટેલ,ખજાનચી મહેન્દ્રભાઈ પટેલ તથા વહીવટીઅધિકારી દિનેશભાઈ પટેલ સહિતના હોદેદારોએ ઉપસ્થિત રહી શાળામાં પ્રવેશ મેળવનાર તમામ વિદ્યાર્થીઓને શુભઆશિષ પાઠવ્યા હતા.શાળા પરિવાર દ્વારા સૌ મહાનુભાવો સહિત દાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો..
અહેવાલ યશપાલ સ્વામી