fbpx

પાટણ નગરપાલિકા દ્વારા વોડૅ નં.૮ ના નિલમ સિનેમા વિસ્તારના માગૅ નું પેચવર્ક કરવાની માગ ઉઠી..

Date:

પાટણ તા. ૧૨
પાટણ નગરપાલિકા દ્વારા શહેરના વોર્ડ નં.૮ ના નીલમ સિનેમા વિસ્તાર માં થોડા સમય અગાઉ નવીન રોડ બનાવયામાં આવ્યો હતો.પરંતુ આ રોડ બનાવ્યાં બાદ પાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોંમ વોટર ની લાઈન માટે આ નવીન બનેલા રોડ ફરીથી ખોદકામ કરવાની ફરજ પડતા અને કામગીરી પૂર્ણ થયા બાદ નીલમ સિનેમા વિસ્તાર પાસે માટી થી રોડનું પુરાણ કરી તેની પર ડામરથી પેચ વર્ક ના કરતા મોટા ભાગનો આ વિસ્તારનો રોડ ઉબડ-ખાબડ બન્યો છે જેના કારણે વિસ્તાર ના રહીશો અને દુકાનદારો સહિત રાહદારીઓ અને વાહન ચાલકો ને મુશ્કેલીઓ ભોગવવી પડી રહી છે.

તો આ મુદ્દે વિસ્તાર ના આગેવાન યાસીન મીરઝા અને ઉસ્માન ભાઈ શેખ દ્વારા પાલિકા તંત્ર ને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ પ્રમુખ અને ચીફ ઓફિસર હાજર ન હોવાથી અરજી જન સુવિધા કેન્દ્ર માં આપવાની ફરજ પડી હતી. આ મુદ્દે કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલ ને ધ્યાન દોરતા તેઓએ જેતે શાખા ના ચેરમેન ને જાણ કરી ઉપરોક્ત રોડનું પેચવર્ક કરાવી આપવાની ખાતરી આપી હોવાનું રજુઆત કરનારે જણાવ્યું હતું .

અત્રે ઉલ્લેખનીય છે કે આવનાર સમય માં ચોમાસુ આવી રહ્યું હોઇ અને શાળાઓ ખુલી જવા પામી હોઈ નાના બાળકો, રાહદારીઓ, રીક્ષા ચાલકો અને લારી ફેરિયા વાળા ઓને અકસ્માત નો ભોગ ન બનવું પડે તે હેતુ થી આ કામ સત્વરે પૂર્ણ કરાવી આપવાની માંગણી કરાઈ હતી.તો ભુતકાળ માં ઉબડ ખાબડ રસ્તા ના કારણે સજૉયેલ અકસ્માતમાં મુસ્લિમ સમાજ ના અગ્રણી ને જીવ ગુમાવવાનો વારો આવ્યો હોવાનું પણ રજુઆત કરતાઓએ જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના જલારામ મંદિર પરિસર ખાતે હનુમાન જયંતી પર્વની ધાર્મિક ઉત્સવ સાથે ઉજવણી કરાઈ..

પાટણના જલારામ મંદિર પરિસર ખાતે હનુમાન જયંતી પર્વની ધાર્મિક ઉત્સવ સાથે ઉજવણી કરાઈ.. ~ #369News