fbpx

ધારપુર મેડિકલ હોસ્પિટલમાં દર્દીનું સફળતા પૂર્વક ઓપરેશન કરી નવજીવન બક્ષવામાં આવ્યું..

Date:

ધારપુર મેડિકલ કોલેજના ડીન ડૉ.હાર્દિક શાહ ના પ્રયત્નોથી દર્દીને અમદાવાદ નો ધકકો બચ્યો..

પાટણ તા. ૩
કાંકરેજ તાલુકાના વડા ગામના ૭૫ વર્ષના વૃધ્ધા દેસાઈ લાસુબેન ને ધારપુર ઓર્થોપેડિક વિભાગમાં બતાવવા માટે લાવવામાં આવેલ જેમને જમણા થાપા નું ફેક્ચર હતું જેમાં જે પ્રાઇવેટ દવાખાના માં
વિઝિટ કરાવેલ ત્યાંએમને ઓપરેશન કરીને સળીયો નાખવાની સલાહ આપવા માં આવેલ પણ વધારે પડતી ઉમર ,એમનું હૃદય 25% જ કામ કરતું હતું અને હૃદયના બે વાલ્વ ખૂબ જ પ્રમાણમાં પહોળા થઈ ગયેલા જેના કારણે જોખમ ખૂબ જ હતું.

પ્રાઇવેટમાં એમને ખૂબ જ જોખમ સમજાવેલું તથા ઓપરેશન કરવાની ના પાડી હતી. ઓપરેશન પછી આઈસીયુ ની જરૂર પડે તેવું પણ કહેવામાં આવેલ દર્દી ની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી એમની પાસે પૂરતા ડોક્યુમેન્ટ ન હતા એમની પાસે મા કાર્ડ પણ ન હતું પાટણ ના ઓર્થોપેડિક ડો. વિમલભાઈ ગાંધી એ તેમને ધારપુર જવાની સલાહ આપેલ ધારપુરમાં સારામાં સારી સેવા મળશે સારામાં સારું ઓપરેશન થશે.નોર્મલ પેશન્ટમાં ના નાખતા હોય એવો સળીયો તમને નાખીશું તેવી સમજણ આપી એમનું ધારપુરમાં ઓપરેશન થયેલ અને એકદમ રીજનલ એનેથેસિયા કે જેને કહેવાય કે ખાલી એટલો જ ભાગ બેરો કરીને આખા બંને પગ પણ બેરો નહી કરી થાપા નો ભાગ બેરો કરી નિષ્ણાત એનેસ્થેટીસ્ટ દ્વારા એમને બેભાન કરવામાં આવ્યા અને ઓર્થોપેડિક ટીમ ધારપુર દ્વારા એમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું

અને માજી એકદમ તંદુરસ્ત છે. ઓપરેશન પછી એમને કોઈ પણ તકલીફ થઈ નથી તેઓ ધારપુર ઓર્થોપેડિકના ડીન. ડો. હાર્દિકભાઈ શાહ તેમજ સુપ્રિટેન્ડેન્ટ મેડમ પારુલ શર્માનો પણ આભાર વ્યક્ત કરતા દર્દીના સુપુત્ર જસુભાઈ દેસાઈ ની આંખમાંથી આંસુ સરી પડયા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ સ્વામી પરિવારના કુળદેવી શ્રી સમોરા માતાની જન્મ જયંતી પર્વની ભક્તિ સભર માહોલમાં ઉજવણી કરવામાં આવી.

માતાજીની પાલખી યાત્રા અને યજ્ઞના ધાર્મિક પ્રસંગે મોટી સંખ્યામાં...

ટેટ, ટાટ પાસ ઉમેદવારો દ્રારા જિલ્લા શિક્ષણાધિકારી ને આવેદનપત્ર આપી રજુઆત કરાઈ..

પાટણ તા. 27 તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા ટેટ,ટાટ પાસ...