fbpx

આંતર રાજય સબ જુનિયર બોક્સિંગ સ્પર્ધામાં રાધનપુર ની સૈનિક સ્કૂલના પાંચ ખેલાડીઓ સિધ્ધી પ્રાપ્ત કરી…

Date:

પાટણ તા. ૭
વેસ્ટ ઝોન આંતર રાજ્ય કક્ષાની સબ જુનિયર બોક્સિંગ સ્પર્ધા બોક્સિંગ ફેડરેશન ઓફ ગુજરાત તેમજ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા અમદાવાદ ચાણક્ય સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ નિકોલ ખાતે આયોજિત કરવામાં આવી હતી. જેમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ગોવા, દિવ-દમણ, દાદરા નગર હવેલી તથા રાજસ્થાન ની ટીમોએ ભાગ લીધેલ હતો. આ સ્પર્ધામાં પાટણ જિલ્લા બોક્સિંગ એસોસિએશન ના માર્ગદર્શન હેઠળ સૈનિક સ્કૂલ રાધનપુરના પાંચ ખેલાડીઓ રમવા માટે પસંદગી પામ્યા હતાં. આ પાંચેય ખેલાડીઓએ ઉત્કૃષ્ટ રમતનું પ્રદર્શન કરી ત્રણ ગોલ્ડ, એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. આમ, સૈનિક સ્કૂલ રાધનપુર ના પાંચેય ખેલાડીઓએ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે.

વિજેતા ખેલાડીઓ માં ચૌધરી સંકિત રમેશભાઈ (ચાતરા) ગોલ્ડ મેડલ, વાઘેલા પ્રિન્સ ગણપતભાઈ (ગાંધી ધામ) ગોલ્ડ મેડલ, ચૌધરી નવીન કાળાભાઈ (અનાપૂર ગઢ) ગોલ્ડ મેડલ, ચૌધરી વિરાજ મહેન્દ્રભાઈ (બોરી યાવી)સિલ્વર મેડલ,ચૌધરી સુરેશ વાલાભાઈ (અનાપુર ગઢ) બ્રોન્ઝ મેડલ મેળવી ગૌરવ અપાવતા ખેલાડી ઓને Mr. lenny d. gama મેમ્બર ટેકનિકલ એન્ડ રુલ્સ કમિશન ઇન્ડિયન બોક્સિંગ એસોસિ એશન (iba), ઇન્દ્ર વદન નાણાવટી પ્રેસિડેન્ટ ગુજરાત બોક્સિંગ એસોસિએશન, દિલીપભાઈ ગુજરાત સેક્રેટરી બોક્સિંગ એસોસિ એશન, પ્રણવભાઇ વાય. રામી પ્રેસિડેન્ટ પાટણ જિલ્લા બોક્સિંગ એસોસિ એશન, ડૉ.ગૌરાંગ ભાઈ વાય. રામી સેક્રેટરી ગુજરાત રાજ્ય કુસ્તી એસોસિએશન,અમૃત ચૌધરી કોચ રાધનપુર સૈનિક સ્કૂલ તરફ થી તમામ ખેલાડી ઓને અભિનંદન સહ શુભકામનાઓ પાઠવવામાં આવી.

Share post:

Subscribe

Popular

More like this
Related