google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

રાધનપુરના પાણવી ગામના ખેડૂતોએ પોતાની જમીન બચાવવા તંત્ર ને આવેદનપત્ર આપી રજુઆત કરી..

Date:

પાટણ તા. ૫
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પાણવી ગામના ખેડૂતોએ પોતાની જમીન બચાવવા નાયબ કલેકટર, મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી ને ગુરૂવારે આવેદનપત્ર આપી રજુઆત કરી હોવાનું જાણવા મળ્યું છે.આ બાબતે મળતી માહિતી મુજબ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પાણવી ગામના ખેડૂતો દ્વારા અપાયેલા આવેદન પત્ર માં જણાવ્યું હતું

કે ચલવાડા ગામના તળાવની અંદરથી ખરાબ અને ખારૂ પાણી બહાર કાઢી પાણવી ગામની સીમમાં નિકાલ કરવાનું તંત્ર દ્વારા આયોજન હોય આ ખરાબ અને ખારા પાણીના કારણે પાણવી ગામના ખેડૂતો ની જમીનને મોટા પાયે નુકસાન થઈ શકે તેમ હોય ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ કામગીરી રોકવામાં આવે તેવી રજુઆત પાણવી ગામના ખેડૂતો એ આવેદનપત્ર મા કરી હોવાનું ગામના ખેડૂત વાલજીભાઈ ગઢવીએ જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ નગરપાલિકાના પ્રમુખે પરિવાર સાથે મતદાન કરી લોકોને મતદાન કરવા અને કરાવવા અપીલ કરી..

પાટણ તા. 7લોકશાહીના મહાપર્વ માં પાટણના પ્રથમ નાગરિક એવા...