fbpx

પશ્ચિમ બંગાળમાં મહિલાઓ સાથે અન્યાય અને અસભ્ય વર્તન સામે ના વિરોધમાં રાષ્ટ્રીય સેવિકા સમિતિ પાટણ દ્રારા મેમોરેન્ડમ અપાયું…

Date:

પાટણ તા. ૫
પશ્ચિમ બંગાળમાં મહિલા મુખ્યમંત્રી હોવા છતાં મહિલાઓ સાથે થઈ રહેલા અન્યાય અને અસભ્ય વતૅન ના વિરોધમાં ગુરૂવારે રાષ્ટ્રીય સેવિકા સમિતિ પાટણ દ્રારા મેમોરેન્ડમ આપી મહિલાઓને ન્યાય માટે માંગ હોવાનું જાણવા મળ્યું છે.

રાષ્ટ્રીય સેવિકા સમિતિ પાટણ દ્વારા અપાયેલ મેમોરેન્ડમાં તેઓએ જણાવ્યું છે કે પશ્ચિમ બંગાળ માં મહિલાઓની દિવસે ને દિવસે બગડતી સ્થિતિ એ ગંભીર ચિંતાનો વિષય છે.લાગે છે કે કાયદો અને વ્યવસ્થા માત્ર શબ્દકોષ પુરતી સીમિત બની ગઈ છે.

સંદેશખાલી, કૂચબિહાર અને ઉત્તર દિનાજપુર (ચોપરા)ની ઘટનાઓ સંસ્કારી સમાજ માટે શરમજનક બાબત છે. નિર્દોષનાગરિકો અને ખાસ કરીને મહિલાઓનું શોષણ અને પીડાદાયક ઉત્પીડન તદ્દન નિંદાને પાત્ર છે.

ભારતીય બંધારણનો ભંગ કરતી આ ઘટનાઓ આપણને તાલીબાન શાસનની યાદ અપાવે છે.
મહિલા મુખ્યમંત્રી હોવા છતાં મહિલાઓ સાથે થતા અન્યાય,અત્યાચાર અને અપમાનથી તમામ મહિલાઓ ખુબજ વ્યથિત અને ચિંતિત છે.

આ સમગ્ર ઘટનામાં પ્રત્યક્ષ હસ્તક્ષેપ કરી ધટના વિષે કાયદાકીય તપાસ કરાવો તમામ દોષિતો સામે કડક કાર્યવાહી થવી જોઈએ અને પીડિત મહિલા ઓની શારીરિક અને માનસિક સારવાર અને પુનઃ સ્થાપના માટે અસરકારક વ્યવસ્થા કરવાની માગ સાથે રાષ્ટ્ર સેવિકા સમિતિ પાટણ દ્રારા મેમોરેન્ડમ આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સેવિકા સમિતિ પાટણના મનીતાબેન પ્રજાપતિ, નિયતિબેન ખમાર, અમીબેન પટેલ, ચેતના બા ગોહિલ સાથે વિવિધ તરુણી ગણ સાથે ભાજપના મધુબેન સેનમા, જોસનાબેન નાથ, રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના ડો. હેમાંગીબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ ખાતે ધલો ઓફ અંડર સ્ટેન્ડીગ વિષય પર વ્યાખ્યાન માળા યોજાઈ.

રોટરી કલબ પાટણ અને એ- સ્કેવર ના સંયુક્ત ઉપક્રમે...