મહા અભિષેકના દર્શન પ્રસાદનો લાભ લેવા હજારો જગન્નાથ ભક્તો મંદિર પરિસર ખાતે ઉમટ્યા…
તમામ આગંતુકો ને જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી સહિત ટ્રસ્ટીગણે તેમજ રથયાત્રા સમિતિના સભ્યોએ આવકાર્યા. ..
પાટણ તા. 6
પાટણ શહેરના રોકડિયા ગેટ વિસ્તારમાં આવેલા ભગવાન શ્રી જગન્નાથજીના મંદિર પરિસર ખાતેથી તારીખ 7 જુલાઈને અષાઢી બીજ ના પવિત્ર દિવસે બપોરે 12:39 કલાકના શુભ મુહૂર્તમાં ચાંદી મઢીત ત્રણ રથમાં બિરાજમાન બની ભગવાન જગન્નાથ જી, ભાઈ બલભદ્ર અને બહેન શુભદ્રાજી બપોરે 2-00 કલાકના શુભ મુહૂર્તમાં નગર ચયૉ એ નીકળવા ના હોય જેને લઈને જગન્નાથ મંદિર ટ્રસ્ટ પરિવાર અને જગન્નાથ ભક્તો સહિત રથયાત્રા સમિતિના સેવક ગણ માં અનેરો ઉત્સાહ ઉમંગ જોવા મળી રહ્યો છે.
ભગવાન જગન્નાથજીની 142 મી નગરચર્યા ને લઈને શનિવારે આયોજિત કરાયેલા ધાર્મિક ઉત્સવ નિમિત્તે સવારે આઠ કલાકે મંદિર પરિસર ખાતે 31 વિદ્વાન બ્રાહ્મણો દ્વારા મહા અભિષેકનો વૈદિક મંત્રોચ્ચાર સાથે પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે મહા અભિષેક ના યજમાન પદે ભગવાન જગન્નાથજી ના મામેરાનો લ્હાવો પ્રાપ્ત કરનાર અતુલભાઇ નાયક, પાટણ નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર હરેશભાઈ દેસાઈ,શિવ ટ્રાન્સપોર્ટ ના માલિક ધનશ્યામભાઈ પટેલ, પૂર્વ કોર્પોરેટર સતિષભાઈ ઠક્કર અને પાટણના જાણીતા શેર બ્રોકર કમલેશભાઈ મોદી પરિવાર લ્હાવો લીધો હતો.
ભક્તિ સંગીતના સુરો વચ્ચે દરેક યજમાનના વરદ હસ્તે ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે ભગવાનનો મહા ભિષેક કરાયો હતો આ પ્રસંગે પાટણના રાજકીય, સામાજિક આગેવાનો, શૈક્ષણિક સંસ્થાઓના વડાઓ, સરકારી અધિકારીઓ,વકીલો, ડોકટરો, વહીવટ તંત્ર, પોલીસ તંત્ર સહિતનાઓએ ઉપસ્થિત રહી ભગવાન ના અભિષેક સાથે પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
ભગવાન જગન્નાથજીના સાનિધ્યમાં આયોજિત કરાયેલા ભગવાનના મહાભિષેક પ્રસંગે ઉપસ્થિત રહેલા સૌ આગંતુકોનું જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્ય સહિતના ટ્રસ્ટી ગણ અને રથયાત્રા સમિતિના સેવાભાવી કાર્યકરો સાથે જગન્નાથ ભક્તોએ રૂડો આવકાર આપી સૌને આવકાર્યા હતા અને ભગવાન જગન્નાથજીની કૃપા દ્રષ્ટિ સમગ્ર વિશ્વ ઉપર બની રહે તેવી કામના વ્યક્ત કરી હતી.
અહેવાલ યશપાલ સ્વામી