પાટણ ફાયર વિભાગના જવાનોએ બોટ ની મદદથી કેનાલમા તણાયેલ યુવાનની શોધખોળ હાથ ધરી..
પાટણ તા. ૨૯
હારીજના કુરેજા પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમા ગરમી થી ત્રસ્ત બનેલ 30 વષૅના યુવાન નાવા પડતા તણાયો હોવાની ઘટના સામે આવી છે. આ બાબતે મળતી માહિતી મુજબ બુધવારે ગરમી થી ત્રસ્ત બનેલ 30 વષૅના શૈલેષ ઠાકોર નામના યુવાન હારીજ ના કુરેજા પાસેથી પસાર થતી નમૅદાની મુખ્ય કેનાલ મા નાવા પડતા પાણીના પ્રવાહમાં તણાયો હતો
તો આ બનાવની જાણ કેનાલ આજુબાજુના સ્થાનિક લોકો ને થતાં તેઓએ પોલીસ ને જાણ કરતાં પોલીસે ધટના સ્થળે દોડી આવી તણાયેલ યુવાનની શોધ ખોળ માટે પાટણ ફાયર વિભાગ ને જાણ કરતા પાટણ ફાયર વિભાગ ની ટીમે જરૂરી સાધન સામગ્રી સાથે ધટના સ્થળે પહોંચી તણાયેલ યુવાનની શોધખોળ હાથ ધરી છે. કુરેજા પાસેની મેઇન કેનાલ મા નાવા પડેલ 30 વષૅ નો યુવાન તણાયો હોવાની ધટનાને પગલે લોકો ના ટોળા કેનાલ પર એકત્ર થયા હતા.
તો કેનાલ મા તણાયેલ શૈલેષ ઠાકોરના પરિવારજનોમાં બનાવને પગલે ગમગીની છવાઈ જવા પામી હતી. આ સમાચાર લખાઈ છે ત્યારે પાટણ ફાયર વિભાગના તેરવૈયાઓ દ્વારા બોટ મારફતે યુવાનની શોધ ખોળ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ યશપાલ સ્વામી