fbpx

શહેરના કનસડા દરવાજા નજીકના જર્જરીત બનેલા વિઠ્ઠલ ચેમ્બર્સ ને ઉતારી લેવા માંટે કામગીરી હાથ ધરાઈ…

Date:

પાટણ તા. 9
પાટણ શહેરના કંનસડા દરવાજા નજીક આવેલા અને 1949 ની સાલમાં નિર્માણ પામેલ ત્રણ મજલા ની વિઠ્ઠલ ચેમ્બર્સ નામની બિલ્ડીગનો કેટલોક ભાગ જર્જરીત બનતા પાટણ નગરપાલિકા દ્વારા તેના રીનોવેશન માટે અથવા તો ઉતારી લેવા માટે વિઠ્ઠલ ચેમ્બર્સના માલિકોને નોટિસની બજવણી કરી સૂચિત કરવામાં આવ્યા હતા

ત્યારે વિઠ્ઠલ ચેમ્બર્સના માલિકો દ્વારા સંયુક્ત રીતે ચર્ચા વિચારણા કરી વિઠ્ઠલ ચેમ્બર્સના જર્જરીત બનેલા ઉપરના બંને માળને ઉતારી લેવાનો નિર્ણય કરાયો હતો જે નિર્ણયને લઈને માલિકો દ્વારા ઉપરોક્ત વિઠ્ઠલ ચેમ્બર્સના જર્જરીત બનેલા ઉપરના બંને માળને ઉતારી લેવા માટે કોન્ટ્રાક્ટર કામગીરી સોંપવામાં આવતા હાલમાં કોન્ટ્રાક્ટર દ્વારા વિઠ્ઠલ ચેમ્બર્સના બંને માળને ઉતારી લેવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે

વિઠ્ઠલ ચેમ્બર્સની ઉપરના બે માળ ઉતારવાની કામગીરી દરમિયાન ભોંય તળિયે દુકાનો ચલાવતા તમામ વેપારીઓને વિઠ્ઠલ ચેમ્બર્સ ના માલિકોએ મૌખિક સૂચના આપી બિલ્ડીંગ ઉતારવાની કામગીરી દરમિયાન કોઈપણ અનિચ્છનીય ઘટના સર્જાય નહીં તે માટે બિલ્ડીંગ ઉતારવાની કામગીરી ચાલે છે ત્યાં સુધી પોતાના ધંધા વ્યવસાયને અન્ય સ્થળે લઈ જઈને પોતાની તેમજ ખરીદી કરવા આવતા ગ્રાહકોની સુરક્ષા માટે સુચિત કરવામાં આવ્યાં હોવાનું પણ વિઠ્ઠલ ચેમ્બર્સ ના માલિકોએ જણાવ્યું હતું

પાટણ નગરપાલિકા દ્વારા જજૅ રીત બનેલા વિઠ્ઠલ ચેમ્બર્સ ના માલિકોને નોટિસ આપ્યાં બાદ વિઠ્ઠલ ચેમ્બર્સના માલિકો દ્વારા પાલિકાની નોટિસનો અમલ કરવામાં આવ્યો છે

ત્યારે શહેરની અન્ય જર્જરીત મિલકતોના માલિકોને પણ નોટિસોની બજવણી કરાઈ હોય આવી જર્જરી મિલકતોના માલિકોએ પણ કોઈ અકસ્માત સર્જાય તે પૂર્વે પોતાની સ્વેચ્છાએ પોતાની જર્જરીત મિલકતનું સમારકામ અથવા તો ઉતારી લેવાની કામગીરી કરવી જોઈએ તેવી શહેરીજનોમાં માંગ પ્રબળ બનવા પામી છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ પોલીસ હેડકવોટસૅ ખાતે પોલીસ સ્ટાફ માટે બે દિવસીય આયોજિત હેલ્થ ચેકઅપ કેમ્પ નો પ્રારંભ..

પ્રથમ દિવસે 800 જેટલા પોલીસ અધિકારીઓ અને કમૅચારીઓએ પોતાનુ...

પાટણના નોરતા ધામના પ. પુ. સંતશ્રી દોલતરામ બાપુ આશ્રમ ખાતે 49 મો રામ જન્મોત્સવ ઉજવાશે.

પ.પુ.દોલતરામ બાપુ અને પ.પુ.વિશ્વભારતજી દ્રારા ઉત્સવમાં સહભાગી થનાર ભાવિક...

પાટણ જિલ્લાના સમી પંથકના ગોધાણામાં શ્રાવણી પૂનમે રક્ષાબંધન ઉજવાતી નથી.

રક્ષાબંધન ના દિવસે જ ગામમાં બળેવીયા ડૂબી મરતાં રક્ષાબંધનના...

પાટણ જિલ્લા પંચાયત ખાતે બાળ વિકાસ યોજના અંતર્ગત યોજનાકીય સમીક્ષા બેઠક યોજાઇ..

પાટણ તા.૪પાટણ જિલ્લા પંચાયત નાં સભાખંડમાં જિલ્લા વિકાસ અધિકારી...