fbpx

શ્રી સિધ્ધપુર પ્રજાપતિ સમાજ દ્વારા આયોજીત દ્વિતીય “પરિવાર પરિચય ગ્રંથ – ૨૦૨૩ નું કેબીનેટ મંત્રી એ વિમોચન” કયુઁ..

Date:

પાટણ તા. ૧૯
શ્રી પ્રજાપતિ યુવક મંડળ સિધ્ધપુરના રજત જયંતિ વર્ષની  ઉજવણીના ભાગ રૂપે રવિવારે તેજસ્વી તારલાઓને ઈનામ વિતરણ કાર્યક્રમ સાથે કેબિનેટ મંત્રી બલવંત સિંહ રાજપુતના વરદ હસ્તે “પરિવાર પરિચય ગ્રંથ – ૨૦૨૩ નું વિમોચન” કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે ભારત ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હંમેશા દેશના વિકાસ માટે કટીબદ્ધ છે. તેઓએ વિચારીને દેશના વિકાસ અનુરૂપ યોજનાઓ અમલમાં તેઓના દ્વારા મુકવામાં આવી રહી છે. હું સમાજના આગેવાનોને જણાવુ છું કે તમે પણ સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેજો સાથે સમાજ દરેક તબક્કા ઓ સુધી યોજનાઓની જાણકારી પહોંચાડજો. આપણે સમાજ માટે કંઈક ના કંઈક કરવું છે.

મારો પણ પ્રજાપતિ સમાજના ભાઈઓ સાથે જૂનો નાતો રહ્યો છે. માં બ્રહ્માણીની કૃપાથી સમાજના ભાઈઓ જે પહેલા હતા એના કરતાં આજે ખૂબ સુખી છે અને ખૂબ આગળ વધી રહ્યા છે મહેનત કરી રહ્યા છે ખૂબ સંઘર્ષની સાથે તેઓ આગળ વધી રહ્યા છે આજે સિદ્ધપુરમાં હું આપ સર્વને એક વિનંતી કરું છું હું તો આપનો છું આપ હંમેશા મારા માટે જોડાયેલા છો મારી સાથે જોડાયેલા છો હું તમારા માટે શું કરી શકું આપના માટે હું ઘણું બધું વિચારીને આવ્યો છું મારી કોઈ પણ જગ્યાએ જરૂર હોય સરકાર તરફથી સરકારી યોજનાઓનો ચોક્કસ લાભ મળે તે માટે કાર્ય કરતો રહીશ.આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ શ્રીમતી અનિતાબેન પટેલ,પ્રજાપતિ સમાજ ના પ્રમુખ શિવરામભાઈ પ્રજાપતિ, સંગઠનના હોદ્દેદારો વિક્રમસિંહ ઠાકોર , એ.પી.એમ.સી. ચેરમેન વિષ્ણુભાઈ પટેલ, નગરપાલિકા ઉપપ્રમુખ સોનલબેન ઠાકર ,ઈશ્વરભાઈ પ્રજાપતિ, હરેશભાઈ પ્રજાપતિ, મફતલાલ પ્રજાપતિ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ શહેરના બુકડી વિસ્તારમાં છેલ્લા આઠ માસથી આધેડ દ્વારા બે માસૂમો સાથે શારીરિક અડપલા કરાતા હોવાની ફરિયાદ નોધાતા ચકચાર મચી.

પાટણ શહેરના બુકડી વિસ્તારમાં છેલ્લા આઠ માસથી આધેડ દ્વારા બે માસૂમો સાથે શારીરિક અડપલા કરાતા હોવાની ફરિયાદ નોધાતા ચકચાર મચી. ~ #369News