fbpx

પાટણ સાંસદ દ્રારા નૂતનવર્ષ સ્નેહમિલન સમારંભ યોજાયો..

Date:

મોટી સંખ્યામાં રાજકીય,સામાજિક આગેવાનો એ ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવી..

પાટણ તા.૧૬
પાટણ સાંસદ કાયૉલય ખાતે ભાઈબીજ ના પવિત્ર દિવસે પાટણ લોકસભા સંસદીય મત વિસ્તારના મતદાર ભાઈઓ-બહેનો, સ્નેહીઓ,રાજકીય તથા સમાજિક આગેવાનો,કાર્યકર્તા, હોદ્દેદારો તેમજ શુભેચ્છકોનો નવા વર્ષ નિમિત્તે શુભેચ્છા સમારોહ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.

દીપાવલી તથા નુતનવર્ષ નિમિત્તે આયોજિત આ શુભેચ્છા સન્માન સમારોહ ને આવકારવા તેમજ પરસ્પર શુભેચ્છા પાઠવવા પાટણ સ્થિત સંસદિય કાર્યાલય પર સવારથી મોટી સંખ્યામાં રાજકીય સામાજિક આગેવાનો સાથે વિવિધ સંસ્થાના વડાઓ, પાટણ લોકસભા મતવિસ્તાર ના પ્રબુદ્ધ મતદારો સાથે પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ ડો. દશરથજી ઠાકોર,રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર,પાટણ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ મોહન ભાઈ પટેલ, વાઘજી જી ઠાકોર, બબલદાસ પટેલ,પાટણ માર્કેટ યાર્ડના ચેરમેન સ્નેહલભાઈ પટેલ,સરસ્વતી ના ચેરમેન સોવનજી ઠાકોર, એમ.કે.એજ્યુકેશન ના ડાયરેક્ટર મુકેશભાઈ પટેલ, પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલ બેન પરમાર, ઉપપ્રમુખ હીનાબેન શાહ, કારોબારી ચેરમેન મુકેશભાઈ જે પટેલ, કોર્પોરેટર શૈલેષભાઈ પટેલ, બીપીન ભાઇ સોલંકી,મનોજભાઈ પટેલ, પાટણ નાગરિક બેકના ચેરમેન સુરેશભાઈ પટેલ સહિતનાઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સાંસદ ભરતસિહ ડાભી ને શુભેચ્છાઓ પાઠવી હતી.

સાંસદ ભરતસિંહ ડાભી એ પણ આ દિપાવલી સ્નેહમિલન સમારંભમાં ઉપસ્થિત સૌ આગેવાનો, કાયૅકરો અને લોકસભા મતવિસ્તાર ના પ્રબુદ્ધ મતદારોને નવા વષૅની શુભેચ્છા પાઠવી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

દીપાવલી સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ સમૂહમાં અલ્પાહાર લઈ દિપાવલી પવૅ ના આ પ્રસંગને યાદગાર બનાવ્યો હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ યુનિવર્સિટી ખાતે બિન શૈક્ષણીક સ્ટાફ માટે કોમ્પ્યુટર સ્કીલ ડેવલપમેન્ટ તાલીમનો કુલપતિ એ પ્રારંભ કરાવ્યો….

સપ્તાહ ભર બિન શૈક્ષણીક કર્મચારીઓને અપાશે કોમ્પ્યુટર સ્કીલ ડેવલપમેન્ટની...

પાટણના વનાગવાડા નાકે આવેલ સુફી સંત હઝરત મસ્ત કલંદર પીરબાવા (ર.અ.) નો સંદલ શરિફ ઉજવાયો.

પાટણ ધારાસભ્ય સહિત ના હિન્દુ- મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા.. પાટણ...