fbpx

એમ કે યુનિવર્સિટી કેમ્પસ અને હનુમાનપુરા કેમ્પસ ખાતે ગુરુપૂર્ણિમા નિમિત્તે 1000 વૃક્ષોનું વાવેતર કરાયું…

Date:

પાટણ તા. 21
પાટણ શહેર સમગ્ર જિલ્લામાં ધાર્મિક દેવસ્થાનો તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં ગુરુપૂર્ણિમાના પાવન પર્વની ભક્તિ સભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી.

ત્યારે પાટણ શહેરમાં ડીસા હાઈવે રોડ પર આવેલ માતરવાડી સ્થિત એમ કે યુનિવર્સિટી ખાતે અને હનુમાન પૂરાના કેમ્પસ ખાતે યુનિવર્સિટી ના પ્રેસિડેન્ટ મુકેશભાઈ પટેલ, એમ કે યુનિવર્સિટીના રજીસ્ટાર ડો. કુલદીપભાઈ યાદવ, નિલમભાઈ પટેલ સહિતના સ્ટાફ પરિવાર સાથે વિદ્યાર્થીગણે ઉપસ્થિત રહી 1000 જેટલા વિવિધ પ્રકારના વૃક્ષો નું વાવેતર કરી તેના જતન માટે સંકલ્પ ગ્રહણ કર્યા હતાં.

ગુરુપૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે ગુરુ શિષ્ય ની યાદ રૂપે એમ કે યુનિવર્સિટી કેમ્પસમાં અને હનુમાન પુરા કેમ્પસમાં આયોજિત કરાયેલા વૃક્ષારોપણના કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ આજના ગ્લોબલ વોર્મિંગના સમયમાં દરેક લોકો પર્યાવરણનું મહત્વ સમજી દરેક વ્યક્તિ પોતાના જીવનમાં એક વૃક્ષ વાવી વૃક્ષનો ઉછેર કરે તે રહેલ હોવાનું એમ કે યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું.

તો એમ કે યુનિવર્સિટી કેમ્પસમાં અને હનુમાન પુરા કેમ્પસમાં યુનિવર્સિટી ના વિધાર્થીઓ સહિત સમગ્ર એમ કે યુનિવર્સિટી પરિવારના સ્ટાફ મિત્રો દ્વારા વૃક્ષારોપણ દ્વારા ગુરૂપૂર્ણિમા પવૅની ઉજવણી ને યાદગાર બનાવ્યો હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ પ્રજાપતિ સમાજ દ્વારા સૌ પ્રથમ વાર પ્રજાપતિ સન્માન એવોર્ડ 2023 નું આયોજન કરાયું…

સમાજમાં યોગ્ય સિદ્ધિ પ્રાપ્ત કરનાર તેમજ વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિ...

પાટણની શાકુંતલ ગ્રીનસીટીમાં બાળકો, વડીલો અને માતાઓ દ્રારા વૃક્ષારોપણ કરી તેના જતન માટે સંકલ્પ કયૉ…

પાટણ તા. ૮વર્તમાન સમયમાં વાતાવરણમાં પ્રદુષણની માત્રામાં દિવસે ને...

પાટણના જીમખાના મેદાન ખાતે સૌપ્રથમ વાર ભાઈઓ અને બહેનોની સામ સામે ક્રિકેટ મેચ યોજાઇ..

પાટણ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ અને વોર્ડ-1ના નગરસેવક મનોજભાઈ...