fbpx

સાતલપુર ગ્રામ પંચાયત કચેરીના પાછળ બંધ ધરને તસ્કરોએ નિશાન બનાવી રૂ.3 લાખની માલમતા ઉઠાવી ગયા..

Date:

ગ્રામ પંચાયત દ્વારા લગાવેલા સીસીટીવી કેમેરાઓ ના કૂટેજો સ્પષ્ટ ન દેખાતા ઉચ્ચ કોલેટીના ના કેમેરા ફીટ કરવા ગ્રામજનોની માંગ..

પાટણ તા. 24
પાટણ જિલ્લાના સાતલપુર ખાતે ગ્રામ પંચાયત કચેરીના પાછળના ભાગે આવેલ બંધ મકાનને ગત રાત્રિના સુમારે કોઈ જાણ ભેદુ તસ્કરોએ નિશાન બનાવી દર દાગીના અને રોકડ રકમ મળી અંદાજિત રૂપિયા ત્રણ લાખની તસ્કરી કરી ફરાર થયા હોવાની સાતલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાય હોવાનું જાણવા મળ્યું છે આ ઘરફોડ ચોરીની મળતી હકીકત મુજબ સાતલપુર ખાતે આવેલ ગ્રામ પંચાયત કચેરીના પાછળના ભાગે રહેતા અભેરામભાઈ ગતરાત્રિના સમયે પોતાનુ મકાન બંધ કરી તેમના સંબંધીના ઘેર ડીલેવરી પ્રસંગ હોવાના કારણે પરિવાર સાથે ગયેલ હતા તેનો લાભ ઉઠાવી કોઈ જાણ ભેદુ તસ્કરોએ મકાનને તાળું તોડી ધરની તિજોરી ફંફોસીને રૂ.50,000 રોકડા અને સોના ચાંદીના દાગીના મળી અંદાજીત રૂ. 3 લાખ ના મુદ્દા માલ ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.


આ ચોરી ની જાણ થતાં મકાન માલિક દ્રારા સાતલપુર પોલીસ સ્ટેશને કરવામાં આવતા પોલીસે ગુનો નોંધી તસ્કરો ને ઝડપી લેવા ચક્રો ગતિમાન બનાવ્યા છે. સાતલપુર ગ્રામ પંચાયત દ્વારા ગામની અંદર સીસીટીવી લગાવવામાં આવેલા છે પરંતુ આ સીસીટીવી કેમેરાઓ ઓછી રેન્જના અને હલકી ગુણવત્તાવાળા હોય જેના કારણે સીસીટીવી કુટેજો ના ચિત્રો સ્પષ્ટ દેખાય શકાતું નથી જેના કારણે ગ્રામ પંચાયત દ્વારા કાર્યરત બનાવાયેલા સીસીટીવી કેમેરાઓ કાર્યરત હોવા છતાં શોભાના ગાંઠિયા સમાન બન્યા હોય ગ્રામ પંચાયત દ્વારા તાત્કાલિક ધોરણે આ સીસીટીવી કેમેરા બદલીને હાઈ કોલેટી ના સીસીટીવી કેમેરાઓ કાર્યરત બનાવવામાં આવે તેવી માંગ ગ્રામજનોમાં પ્રબળ બનવા પામી છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓ માટે 50000 ના ફુલસ્કેપ ચોપડા અને 15000 નોટબુકો ઉપલબ્ધ બનાવાય..

પાટણ જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓ માટે 50000 ના ફુલસ્કેપ ચોપડા અને 15000 નોટબુકો ઉપલબ્ધ બનાવાય.. ~ #369News #JalaramMandir

પાટણ ગાંધી સ્મૃતિ હોલ માં સામાજિક સમરસતા પર વ્યાખ્યાન યોજાયું..

પાટણ તા. 7 'વસુધૈવ કુટુંબકમ્' મંત્ર સાથે સમગ્ર ભારતમાં સામાજિક...