fbpx

સરસ્વતી ના જેસગપુરા ઉચ્ચ પ્રાથમિક શાળા ના જજૅરિત બનેલા ચાર ઓરડા સરકાર ની સ્માટૅ શિક્ષણની ચાડી ખાઈ છે..

Date:

પાટણ તા. 23
સ્માર્ટ શિક્ષણ અને ભણે સૌ આગળ વધે ની વાતો કરતી સરકાર ના રાજ માં આજે પણ વિદ્યાર્થીઓ જર્જરિત શાળા માં અભ્યાસ કરવા મજબુર બન્યા છે ત્યારે સરસ્વતી તાલુકા ના જેસંગપુરા ગામે વર્ષો જૂની શાળા ના કુલ 7 વર્ગ ખંડ પૈકી 4 વર્ગ ખંડ છેલ્લા એક વર્ષ થી જર્જરિત બન્યા છૅ જેને લઇ નજીક માં આવેલ અન્ય શૈક્ષણિક સંકુલના ત્રણ વર્ગ ખંડ માં ધો. 1 થી 8 ના વિદ્યાર્થીઓ સંયુક્ત અભ્યાસ કરવા મજબુર બન્યાં છે.

જેને લઇ વિદ્યાર્થીઓ ને અભ્યાસ કરવામાં પણ ભારે મુશ્કેલી પડી રહી છે જેને લઇ વિદ્યાર્થીઓ પણ સરકાર પાસે જર્જરિત શાળા ના ત્રણ નવીન વર્ગ ખંડો બનાવી આપવા માંગ કરી રહ્યા છે. સરસ્વતી તાલુકા ના જેસંગપુરા ગામે આવેલ જેસંગપુરા ઉચ્ચતર પ્રથમિક શાળા માં ધો 1 થી 8 માં 159 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે જેમાં ધો. 1 થી 5 માં ચાર વર્ગ ખંડ, ધો. 5 થી 8 માં ત્રણ વર્ગ ખંડ છે જેમાં ધો. 1 થી 5 ના ચાર વર્ગ ખંડ જર્જરિત બનવા પામ્યા છૅ જેમાં પતરા ની છત, ભોય તળિયું, વર્ગ ખંડ ના પાયા બિલકુલ બિસ્માર બનતા વિદ્યાર્થીઓ નો જીવ જોખમ ના મુકાય તે માટે તે ખાલી કરી છેલ્લા એક વર્ષ થી શાળા ના અન્ય વિભાગ ના ત્રણ વર્ગ ખંડ માં ધો. 1 થી 8 ના 159 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ત્રણ વર્ગ ખંડ માં ધો 1 થી 8 ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા મજબુર બનવા પામ્યા છે.

એક વર્ગ ખંડ માં બે ધોરણ ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોઈ વિદ્યાર્થીઓ ને અભ્યાસ કરવામાં પણ મુશ્કેલી પડી રહી છૅ જેને લઇ શાળા ના વિદ્યાર્થીઓ જર્જરિત વર્ગ ખંડો નવીન બનાવી આપવા સરકાર સામે માંગ કરી રહ્યા છે. જેસગપુરા ઉચ્ચ પ્રાથમિક શાળા ના ચાર વર્ગ ખંડ ખુબજ જર્જરિત હોવાને લઇ તે બંધ કરી ધો 1 થી 8 ના 159 વિદ્યાર્થીઓ ને શાળા ના અન્ય વિભાગ ના ત્રણ વર્ગ ખંડ માં સમાવેશ કરવામાં આવ્યો છે પણ આ વિદ્યાર્થીઓ ને અલગ અલગ અભ્યાસ માટે બેસાડવા માટે પૂરતા વર્ગ ખંડ ન હોઈ એક વર્ગ ખંડ માં બે ધોરણ ના વિદ્યાર્થીઓને સાથે અભ્યાસ માટે બેસાડવામાં આવે છૅ જેને લઇ અભ્યાસ માં પણ ભારે હાલાકી પડી રહી છૅ

શાળા ના વર્ગ ખંડ જર્જરિત હોવાને લઇ શિક્ષકો અને વિદ્યાર્થીઓ ને ભારે હાલાકી પડી રહી છૅ ત્યારે આ મામલે શાળા ના ઉપ શિક્ષક ને પૂછતાં તેમને જણાવ્યું હતું કે શાળા ના વર્ગ ખંડ જર્જરિત બનતા ત્રણ વર્ગ ખંડ માં અલગ અલગ ધોરણના વિદ્યાર્થીઓ ને સાથે બેસાડી ને અભ્યાસ કરાવવો પડે છે જેને લઈને વિધાર્થીઓ અને શિક્ષકોને પણ તકલીફ પડે છે આ અંગે પાટણ પ્રાથમિક શિક્ષણ વિભાગ માં રજુઆત કરી છે છેલ્લા એક વર્ષ થી આ પ્રકાર ની સ્થિતિ માં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હોવાનું તેઓએ જણાવ્યું હતું.

આં અંગે પાટણ પ્રાથમિક શિક્ષણાઅધિકારી ને પૂછતાં તેમને જણાવ્યું હતું કે જર્જરિત વર્ગ ખંડ મામલે કાર્યપાલક ઈજનેર દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ વર્ગ ખંડ માં બેસવા યોગ્ય નથી જેથી વર્ગ ખંડ તોડી પાડવા મંજૂરી પણ આપી દેવા માં આવી છૅ અને નવીન વર્ગ ખંડ બનાવવા માટે ગાંધીનગર શિક્ષણ વિભાગ માં દરખાસ્ત પણ કરી દીધી હોવાનું તેઓએ જણાવ્યું હતું અને જો વિદ્યાર્થીઓ ને અભ્યાસ કરવામાં તકલીફ પડતી હોય તો બાજુ ના ગામ માં આવેલ શાળા માં યોગ્ય વ્યવસ્થા કરવા માટે તૈયારી દાખવી હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ સિધ્ધપુર હારીજ અને સરસ્વતી તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી…

નિચાણ વાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા.. વાવણી...

પાટણ લોકસભાની ચૂંટણી ના પ્રચાર પડઘમ શાંત પડતા આદર્શ આચાર સહિતા લાગુ કરાઈ…

જિલ્લા ચૂંટણી અધિકારીના આદેશ થી પાટણ નગરપાલિકા દ્વારા રાજકીય...

હારીજના જુનામાંકા ગામે શ્રાવણીયો જુગાર રમતા સાત જુગારીઓને ઝડપી લેતી હારીજ પોલીસ..

પાટણ તા. ૧૩હારીજ ના જુનામાંકા ગામે શ્રાવણીયો જુગાર રમાતો...