ટૂંક સમયમાં રણુજા ખાતે પૂજ્ય દોલતરામ બાપુ આશ્રમના નિર્માણ કાર્યનું કામ હાથ ધરાશે.
રણુજા ખાતે નિર્માણ પામનાર દોલતરામ બાપુ આશ્રમના નિમૉણ કાર્યમાં તન મન અને ધન થી સહયોગી બનવા અપીલ કરાઈ…
પાટણ તા. ૨૯
પાટણ પંથક સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં કોરાના કાળ ના કપરા સમયમાં જરૂરિયાત મંદ પરિવારોને
તન, મન અને ધનથી સહયોગ આપનાર અને લોકોને વ્યસન મુક્તિ બનાવી સમાજમાં ફેલાયેલ કુરિવાજો નાબુદ કરવા પ્રેરણા આપતાં પાટણ પંથકના નોરતા ધામના સંતશ્રી પ. પુ. દોલતરામ બાપુ અને પ. પુ. વિશ્વ ભારતીજી મહારાજ દ્રારા પોતાની સેવાકીય પ્રવૃતિ માં મોરપીંછ સમાન સેવા કાયૅ નો રાજસ્થાનના પવિત્ર ઐતિહાસિક ધામ એવા રામદેવરા રણુજા ખાતે ટુક સમય માં શ્રી દોલતરામ બાપુ આશ્રમના નિમૉણ કાયૅ દ્રારા કરવામાં આવી રહ્યો હોવાનું પુ. બાપુના અનુયાયી પ. પુ. ભકત શ્રી રવિરામ મહારાજે જણાવ્યું હતું.
રાજસ્થાન ની ધીગી ધરા ઉપર આવેલા ઐતિહાસિક શ્રી રણુજા ધામના શ્રી રામદેવપીર બાબા ના દર્શનાર્થે પાટણ પંથક સહિત ઉતર ગુજરાતના શ્રધ્ધાળુ ભક્તો પગપાળા સંધો સાથે લાખ્ખો ની સંખ્યામાં વર્ષે દહાડે જતા હોય છે. ત્યારે રણુજા ખાતે ભક્તો માટે રહેવા જમવા સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ બની રહે તેવા શુભ ઉદ્દેશથી પ. પૂ. દોલતરામ બાપુ અને પ. પૂ. વિશ્વ ભારતી જી દ્વારા રણુજા ખાતે ડીસા વાળા ની ધમૅશાળા પાસેની 10000 સ્ક્વેર ફૂટ થી વધુ જગ્યા એકવાયર કરવામાં આવી છે. અને ટુક જ સમયમાં આ જગ્યા ઉપર અધતન સુવિધાઓ સાથે ના શ્રી દોલતરામ બાપુ આશ્રમ નું નિમૉણ કાયૅ શરૂ કરવામાં આવનાર છે.
રણુજા ખાતે નિમૉણ પામનાર પ. પુ. દોલતરામ બાપુ આશ્રમના આ શુભ કાયૅ માં પ. પુ. દોલતરામ બાપુ અને પ.પુ. વિશ્વ ભારતીજી મહારાજ ના તમામ સતી- સેવકો અને ભકતજનો સાથે શ્રી રામદેવપીર બાબા માં અનન્ય શ્રધ્ધા ધરાવતા શ્રધ્ધાળુઓને તન, મન અને ધનથી ઉદાર હાથે સખાવત ન્યોછાવર કરવા પુ. બાપુની આજ્ઞાએ પ. પુ. ભકત શ્રી રવિરામ મહારાજે અપીલ કરી છે.
અહેવાલ યશપાલ સ્વામી