google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

ડી.આઈ.પટેલ વિધા સંકુલ ખાતે પ્રવેશોત્સવ કાર્યક્ર્મ યોજાયો..

Date:

પાટણ તા. 5
નવા શૈક્ષણિક સત્રના અભ્યાસક્રમ ના પ્રારંભ પૂર્વે શહેરની શાળા,કોલેજમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી ઓના પ્રવેશોત્સવ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. પાટણ થી ચાર કિલો મીટર ના અંતરે સિધ્ધપુર રોડ ઉપર કુદરતી વાતાવરણ માં આવેલ ડી. આઈ.પટેલ વિદ્યા સંકુલ માં ચાલતી કૉલેજ શ્રી. જી.એચ.પટેલ કૉલેજ ઓફ એજ્યુકેશન ( બી. ઍડ કૉલેજ) માં નવા સત્રમાં એડમિશન લીધેલ તાલીમાર્થી ઓ નો સોમવાર ના રોજ પ્રવેશોત્સવ કાર્યક્ર્મ આયોજિત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ અંતર્ગત સેમ 3 ના તાલીમાર્થીઓ દ્વારા નવા વિદ્યાર્થીના સ્વાગત માટે વર્ગસુશોભન સાથે સુંદર પ્રાર્થના અને સ્વાગતગીત રજુ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆત દિપપ્રાગટ્ય થી કરવામાં આવેલ. શિક્ષક બનવાની તાલીમ લેતા તાલીમાર્થીઓનું કંકુ તિલક અને મોં મીઠુ કરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંકુલ ના પ્રમુખ દશરથભાઈ પટેલે પ્રવેશ મેળવતા વિધાર્થીઓને આર્શીવચન સાથે શુભેચ્છા પાઠવી હતી. કૉલેજ પ્રિન્સિપાલ ડૉ. હરેશભાઇ તરાલ દ્વારા શિક્ષકનું મહત્વ સમજાવ્યું હતું. આસી. અધ્યાપક રાજેશ રાવતે વિદ્યાર્થીઓ અને મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરેલ.કાર્યક્રમનું સંચાલન સેમ 3 ના તાલી માર્થીઓ દ્વારા કરવામાં આવેલ જયારે આયોજન આસી.અધ્યાપક મોના પટેલ તેમજ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ શહેરમાં ત્રિ દિવસીય ભગવાન શ્રી પરશુરામજી ની જન્મ જયંતી પર્વ ની ઉજવણી કરાશે..

ભગવાન પરશુરામ વિશે ક્વિઝ સ્પર્ધા, આનંદ ના ગરબા,ભજન સંધ્યા...

ત્રણ વર્ષ નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ અંતર્ગત પાટણ ખાતે પ્રેસ બેઠક યોજાઈ..

નવી શિક્ષણ નીતિમાં કૌશલ્ય પર ભાર મુકવામાં આવ્યો છે..ગ્લોબલ...