fbpx

ચાણસ્મા વિધાનસભા વિસ્તારના પ્રશ્નોને જનમંચ કાર્યક્રમ થકી સાંભળતા વિધાનસભાના વિરોધ પક્ષના નેતા..

Date:

પાટણ તા. ૫
ચાણસ્માના સરદાર ચોક ખાતે કોંગ્રેસનો જનમંચ કાર્યક્રમ સોમવારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ અધ્યક્ષ અમિતભાઈ ચાવડા ના અધ્યક્ષ પદે યોજાયો હતો. જેમાં ચાણસ્મા વિધાનસભા મતવિસ્તાર ના લોકોએ પોતપોતાના વિસ્તારના વિવિધ પ્રશ્નોની જાહેરમાં રજૂઆતો કરી હતી. જે
તમામ રજૂઆતો વિધાનસભા માં પહોંચાડી તેનું નિરાકરણ કરવાની વિપક્ષ નેતા અમિત ચાવડાએ જાહેર મંચ ઉપરથી ખાતરી આપી હતી.

પ્રદેશ કોંગ્રેસ દ્વારા સમગ્ર રાજ્યમાં વિધાનસભા વિસ્તાર દીઠ જનમંચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત વિધાન સભા નેતા અમિત ચાવડાના અધ્યક્ષ સ્થાને સોમવારે ચાણસ્મા વિધાન સભા મતવિસ્તારનો જનમંચ કાર્યક્રમ ચાણસ્માના સરદાર ચોક ખાતે યોજાયો હતો.

જેમાં ચાણસ્મા, હારીજ, સમી, વિસ્તારના લોકોએ પોતપોતાના વિસ્તારોના વિવિધ પ્રશ્નો જેવા કે રોડ, રસ્તા, શિક્ષણ, આરોગ્ય,રેલવે અંડરબ્રીજના પ્રશ્નો, રેલવે દ્વારા જમીન સંપાદનના પૂરતા પૈસા ન આપ્યા હોવાના તેમજ પાટણ જિલ્લાને અલગ ડેરી અને જિલ્લા બેંક ન મળી હોવા સહિતના અનેક પ્રશ્નો ની જાહેરમાં રજૂઆત કરી હતી.

તો નહેરોમાં સિંચાઈ ના પાણી તેમજ તળાવ ખાલી હોવા અંગેની પણ અનેક રજૂઆતો થવા પામી હતી.તો ચાણસ્મા શહેર ભાજપ પ્રમુખ દારૂ જુગારના અડ્ડા ચલાવતા હોવા અંગેની પણ એક જાગૃત નાગરિક દ્વારા લેખિત અરજી જનમંચ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા સ્થાનિક ધારાસભ્યને આપવામાં આવતા આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

શેઠ એમ.એન. હાઈસ્કૂલ, પાટણમાં નવરાત્રી પર્વ “થનગનાટ – 2023” નું આયોજન કરાયું…

ખેલૈયાઓ સાથે સ્કૂલ પરિવારે ટ્રેડિશનલ ડ્રેસમાં રાસગરબા ની રમઝટ...

અજીમણાના કાશી વિશ્વનાથ મહાદેવના શિવલિંગ પર ઉજ્જૈન ના મોઢા આકારના શિવ ઉભરી આવતાં લોકો દશૅન માટે ઉમટ્યા..

અજીમણાના કાશી વિશ્વનાથ મહાદેવના શિવલિંગ પર ઉજ્જૈન ના મોઢા આકારના શિવ ઉભરી આવતાં લોકો દશૅન માટે ઉમટ્યા.. ~ #369News

હારીજ પો.સ્ટે.ના પ્રોહી.ગુનામા છ માસથી નાસતો ફરતો આરોપી હારીજ પોલીસના હાથે ઝડપાયો.

પાટણ તા. ૧૪પાટણ જિલ્લાના તાલુકા મથક હારીજ પોલીસ સ્ટેશનમાં...