પાટણ તા. ૮
પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ ભુજ તથા પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. રવિન્દ્ર પટેલ નાઓએ પાટણ જિલ્લામાં ગે.કા.અસામાજીક પ્રવૃત્તિ કરવાની ટેવવાળા ઇસમો વિરૂધ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવા કરેલ સુચના આધારે વાગડોદ પો.સ્ટે.ના પ્રોહી બુટલેગર્સ માજીદખાન શેરખાન ઉમરખાન બલોચ ઉ.વ.૩૯ રહે. વાગડોદ, બલોચવાસ તા.સરસ્વતી જી.પાટણ વાળા વિરૂધ્ધમાં તેનો ગુનાહિત ઈતિહાસ ચકાસી તે ગુનાઓ આધારે PCC સેલ LCB પાટણ દ્વારા પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલી આપતા જીલ્લા મેજીસ્ટ્રેટ, પાટણ નાઓએ માજીદખાન શેરખાન ઉમરખાન બલોચને પાસા હેઠળ અટકાયત કરી મધ્યસ્થ જેલ સુરત ખાતે મોકલી આપવા હુકમ કરેલ હોઇ જે હુકમ આધારે પોલીસ અધિક્ષક પાટણ ના ઓએ અટકાયતી ને શોધી કાઢવા કરેલ સુચના આધારે એલ.સી.બી પાટણના પોલીસ અધિકારી, કર્મચારીઓ દ્વારા અટકાયતીને ગણતરીના કલાકોમાં શોધી પકડી લાવી મધ્યસ્થ જેલ સુરત ખાતે મોકલી આપવા તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ યશપાલ સ્વામી