fbpx

શહેરના માખણીયા વિસ્તારના ઢોરવાડામાં રખાયેલા અબોલ જીવો ને દાતા પરિવાર દ્વારા એક વર્ષ સુધી લીલો ઘાસચારો પૂરો પડાશે ..

Date:

જીવ મદયા પ્રેમી મયુર ચુનીલાલ પટેલ પરિવારે સોમવારથી અબોલ જીવોને ઘાસચારો નાખવાનો પ્રારંભ કર્યો..

જીવદયા પ્રેમીઓ દ્રારા અબોલ જીવો માટેની નિસ્વાર્થ સેવાને સરાહનીય લેખાવી..

પાટણ તા. 17
પાટણ નગરપાલિકા દ્વારા શહેરમાંથી રખડતા ઢોરોને ડબ્બે કરી પાટણ નગર પાલિકા ના માખણીયા ઢોર ડબ્બા ખાતે રાખવામાં આવતા હોય છે પરંતુ નગર પાલિકા તંત્ર દ્વારા પકડાયેલા ઢોરો ને ડબ્બામાં પૂયૉ બાદ પૂરતા પ્રમાણ માં ઘાસ ચારો કે પાણીની વ્યવસ્થા ઉપલબ્ધ ન બનાવતા.પાટણ નગરપાલિકા વિપક્ષના કોર્પોરેટર ભરત ભાટિયા દ્વારા પાલિકા તંત્રનું આ મામલે અવગત કરી ઢોર ડબ્બા માં જરૂરી ઘાસચારો અને પાણી ઉપલબ્ધ બનાવવા મીડિયાના માધ્યમથી રજૂઆત કરી હતી જે રજૂઆતને ધ્યાને રાખીને પાટણ ના જીવદયા પ્રેમી મયુર ચુની લાલ પટેલ પરિવાર દ્વારા પાટણ નગરપાલિકા ના માખણીયા સ્થિત ઢોરવાડામાં સોમવાર થી એક વર્ષ માટે ઢોરોને લીલો ઘાસચારો પૂરો પાડવાની જાહેરાત કરી સોમવારથી દાતા મયુરભાઈ ચુનીલાલ પટેલે રોજ ત્રીસ કિલો લીલા ઘાસચારા ના દાન નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે એક વર્ષ સુધી દરરોજ ઘાસના દાતા તરીકે મયુર ચુનીલાલ પટેલ પરિવાર દ્વારા અબોલ જીવો માટે કરાયેલી પહેલ ને જીવ દયા પ્રેમીઓએ સરાહનીય લેખાવી આભાર ની લાગણી વ્યક્ત કરી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ તાલુકાના રણુજ- મણુદ માગૅ પરના તળાવમાં ત્રણ લોકો ડૂબ્યા..

મહિલાને બચાવી લેવાઈ તો એક પુરૂષ નું મોત નિપજ્યું...

છેલ્લા 13 વષૅથી ભગવાન જગન્નાથજીની મહાઆરતી નો લ્હાવો પ્રાપ્ત કરતા હરેશભાઈ જોષી પરિવાર..

યજમાન પરિવારની ભગવાન જગન્નાથ પ્રત્યેનીઅનન્ય શ્રધ્ધા ભક્તિ ને જગન્નાથ...

મુસ્લિમ સમાજના પેયગંબર વિરુદ્ધ સોશિયલ મીડિયામાં ટિપ્પણી કરનાર સામે કડક કાર્યવાહી કરવા પાટણ મુસ્લિમ સમાજની માંગ.

મુસ્લિમ સમાજના પેયગંબર વિરુદ્ધ સોશિયલ મીડિયામાં ટિપ્પણી કરનાર સામે કડક કાર્યવાહી કરવા પાટણ મુસ્લિમ સમાજની માંગ. ~ #369News