google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણમાં રખડતાં ભટકતાં ભિક્ષુકો સહિત દરિદ્ધ નારાયણોને ડો.વ્યોમેશ શાહ દ્વારા મિષ્ટ ભોજન સાથે વાસણો નો સેટ અપૅણ કરાયો..

Date:

પાટણના ત્રિ મંદિર મિત્ર મંડળના સેવાભાવી યુવાનો પણ આ સેવા પ્રવૃતિના કાર્યમાં જોડાયા.

પાટણ તા. ૧૧
પાટણ શહેરમા ભિક્ષુકો અને દરિદ્ર નારાયણોની સેવા કરતી અનેક સેવાકીય સંસ્થાઓ કાર્યરત છે. ત્યારે શહેરના ભૈરવ મંદિર રોડ પર આવેલા ત્રિમંદિર મિત્ર મંડળના સેવાભાવી યુવાનો દ્વારા પણ દર રવિ
વારે રજા ના દિવસે પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં ઘરવિહોણા ભિક્ષુકો અને દરિદ્ર નારાયણોને વિવિધ પ્રકારના મિષ્ટ ભોજન ની સાથે સાથે તેઓને જીવન ઉપયોગી ચિજ વસ્તુઓનું વિતરણ કરી સેવા ની ભાવના ને ઉજાગર કરવામાં આવી રહી છે.

ત્રિ મંદિર મિત્ર મંડળની આ સેવાકીય પ્રવૃતિથી પ્રેરાઈને પાટણ શહેરના સુભદ્રા નગર મા આવેલ અવની મેટરનિટી એન્ડ નર્સિંગ હોમ ના સેવાભાવી અને દાનવીર તબીબ ડો. વ્યોમેશભાઈ શાહ અને તેમના સુપુત્ર ચિ.ડો.દીપ વી.શાહ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં રખડતાં ભટકતાં ૧૫૦ જેટલા ભિક્ષુકો અને દરિદ્ર નારાયણોને બે ટાઈમના ભોજન માટે જરૂરી એવા થાળી, વાટકો,ગ્લાસ અને ચમચી સહિત ના સેટ નું મિષ્ટ ભોજન સાથે રવિવારે ત્રિ મંદિર મિત્ર મંડળના સેવાભાવી યુવાનોના સહયોગ થી અપૅણ કરવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.

રખડતાં ભટકતા ભિક્ષુકો અને દરિદ્ર નારાયણો ના ચહેરા પણ મિષ્ટ ભોજન સાથે જમવા માટે ના મળેલ વાસણના સેટ ને લઈને હરખાતા જોવા મળ્યાં હતાં.પાટણ શહેરમાં રવિવારે રજા ના દિવસે ત્રિમંદિર મિત્ર મંડળ દ્વારા કરવામાં આવતી નિસ્વાર્થ સેવાકીય પ્રવૃત્તિ સાથે ડો.વ્યોમેશભાઈ શાહ અને ડો. દીપ વી. શાહ જેવા દાતાઓના દાનની પ્રવૃતિને પાટણના પ્રબુદ્ધ નગરજનોએ સરાહનીય લેખાવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related