પાટણ તા. ૧૩
હારીજ ના જુનામાંકા ગામે શ્રાવણીયો જુગાર રમાતો હોવાની મળેલી ચોક્કસ બાતમીના આધારે હારીજ પોલીસે ઓચિંતો છાપી મારી છ જુગારીયા ઈસમોને રોકડ રકમ સહિત જુગાર સાહિત્ય સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું પોલીસ સુત્રો તરફથી જાણવા મળ્યું છે. આ બાબતે મળતી માહિતી મુજબ પાટણ જિલ્લા પોલીસ વડા દ્રારા પવિત્ર શ્રાવણ માસમાં પાટણ શહેર અને જિલ્લામાં જુગારની બદી ને ડામી દેવા સુચના કરેલ હોય જેને ધ્યાનમાં રાખીને હારીજ પોલીસે તપાસ ના ચક્રો ગતિશીલ કયૉ હતાં
ત્યારે ખાનગી રાહે હકીકત મળી હતી કે જુનામાંકા મા જાડેજા અરવિંદસિંહ નારણ સિંહ ના ઘર આગળ ખુલ્લામા ચોકમાં પોતાના અંગત આર્થિક ફાયદા સારૂ ગે.કા રીતે પૈસા તથા ગંજી પાનાનો તીન પતીનો હાર જીતનો શ્રાવણીયો જુગાર રમી રમાડે છે જે હકીકત આધારે બે પંચોના માણસો સાથે હારીજ પોલીસે રેડ કરતા રોકડ રકમ અને જુગાર સાહિત્ય સાથે રૂ ૧૦૫૨૦ ના મુદામાલ સાથે સાત જુગારીયા ઇસમોને પકડી પાડી તમામ વિરુધ્ધમા હારીજ પોલીસ સ્ટેશનમા જુગારધારા કલમ ૧૨ મુજબ નો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલ જુગારીયા ઈસમોમા જાડેજા અરવિંદસિંહ નારણસિંહ, અજીતસિંહ લધુજી જાડેજા,રાજેન્દ્રસિંહ ભગવાનસિંહ જાડેજા, અનિલકુમાર લધુજી જાડેજા, કિશનજી રત્નાજી ઠાકોર,રાકેશજી લાભુજી ઠાકોર અને ધારૂજી પ્રતાપજી ઠાકોર તમામ રહે. જુનામાંકા તા.હારીજ જી.પાટણ વાળા હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ યશપાલ સ્વામી