fbpx

પાટણમાં સ્વાતંત્ર પર્વની પૂર્વ સંધ્યા એ પ્રથમવાર નગર સેવક મનોજ પટેલ દ્વારા આંગણવાડીના બાળકોમાં રાષ્ટ્ર ભાવના ઉજાગર કરાઈ.

Date:

પાટણ તા.14
ભારતની આઝાદીના 75માં વર્ષની ઉજવણીના ઉપલક્ષ્ય માં દેશના વડાપ્રધાન દ્વારા હર ઘર તિરંગા અભિયાન છેડી દરેક ભારતીયોમાં દેશ ભાવના ઉજાગર બને તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે. પાટણ શહેરમાં પણ જિલ્લા ના વિવિધ સરકારી બિલ્ડીગોને રોશની થી ઝળહળતી બનાવવાની સાથે દરેક બિલ્ડીગો ઉપર રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવ્યો છે.

ત્યારે પાટણ શહેરના વોર્ડ નંબર એકના જાગૃત નગર સેવક અને પાટણ શહેર ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ મનોજભાઈ પટેલ દ્વારા સૌ પ્રથમ વાર 75 માં સ્વાતંત્ર પર્વની ઉજવણી ને યાદગાર બનાવવા અને માસુમ બાળકો પણ રાષ્ટ્ર ભક્તિ ની ભાવના કેળવે તેવા ઉદ્દેશ સાથે શહેરના હેરિટેજ માર્ગ પર આવેલ આંગણવાડીઓને રોશની થી જગમગાવી રાષ્ટ્રધ્વજ લહેરાવી બાળકો સાથે 75 માં સ્વાતંત્ર પર્વની પૂર્વ સંધ્યા એ ઉજવણી કરવામાં આવી હતી.

પાટણ શહેરની આંગણવાડી ખાતે 75 માં સ્વાતંત્ર પર્વ નિમિત્તે દેશભક્તિના આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ નાના બાળકોમાં દેશદાજની ભાવના પ્રબળ બને અને આજનું બાળક આવતીકાલ નો નાગરિક છે ત્યારે તે નિડર અને બાહોશ બની ભારતને મજબૂત બનાવે તે રહેલું હોવાનું તેઓએ જણાવ્યું હતું. તેઓએ સ્વાતંત્ર પર્વની ઉજવણી સરકારી તંત્ર દ્વારા કરવામાં આવે છે ત્યારે આવા આંગણવાડીના બાળકોને પણ સ્વાતંત્ર પર્વ ની ઉજવણીથી માહિતગાર કરવાઆવા કાર્યક્રમો આયોજિત કરવા તેઓએ અપીલ કરી હતી.

આ પ્રસંગે આંગણવાડીના બાળકોએ પણ દેશભક્તિ ના ટ્રેડિશનલ ડ્રેસ માં સજી ધજી ને દેશભક્તિના ગીતો રજૂ કરી સ્વાતંત્ર પર્વની ઉજવણીને યાદગાર બનાવી હતી. પાટણ હેરિટેજ માગૅ પર આવેલી આંગણવાડી ખાતે 75 માં સ્વાતંત્ર પર્વની પૂર્વ સંધ્યાએ નગરસેવક મનોજભાઈ પટેલ દ્વારા આયોજિત કરાયેલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા પાટણ જિલ્લા વિકાસ અધિકારી બી. એમ. પ્રજાપતિ, પ્રોગ્રામ ઓફિસર ગૌરીબેન સોલંકી, નગર પાલિકા ઉપપ્રમુખ હીનાબેન શાહ, જાણીતા બિલ્ડર દિલીપભાઈ પટેલ, રિલાયન્સ ફાઉન્ડેશન ના મુકેશભાઈ દેસાઈ,જયંતીભાઈ પટેલ, નગર સેવક મનોજભાઈ એન. પટેલ, બીપીન ભાઈ પરમાર, પારસભાઈ ઠકકર, કિશન દેસાઈ, નટુભાઈ દરજી, સીડીપીઓ ધટક-1 ના ઉર્મિલા બેન પટેલે પણ પ્રસંગોચિત ઉદબોધન કરી સુંદર આયોજન બદલ નગર સેવક મનોજભાઈ પટેલ ના કાયૅ ની સરાહના કરી એક વૃક્ષ મા કે નામ અંતગૅત આંગણવાડી ખાતે વૃક્ષારોપણ કરી સ્વાતંત્ર પર્વની ઉજવણીને યાદગાર બનાવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

હવામાન વિભાગની આગાહીના પગલે પાટણ નગર પાલિકા દ્વારા જાહેર જનતા જોગ પીવાના પાણીનો સંગ્રહ કરી રાખવા અપીલ કરાઈ..

હવામાન વિભાગની આગાહીના પગલે પાટણ નગર પાલિકા દ્વારા જાહેર જનતા જોગ પીવાના પાણીનો સંગ્રહ કરી રાખવા અપીલ કરાઈ.. ~ #369News

આંતરરાષ્ટ્રીય રક્તપિત્ત દિવસે સમગ્ર દેશ માથી રકતપિત ને નાબૂદ કરવા આઈ એડી વી એલ નો નિધૉર..

રકતપિત દિનની ઉજવણી અંતર્ગત પાટણના ઈલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયા...

પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત સ્થાનિક કારીગરોને મળશે 1 લાખ સુધીની લોન…

પીએમ વિશ્વકર્મા યોજનાને લઈને જિલ્લા સેવા સદન ખાતે મળી...