fbpx

પાટણની એમ. કે. યુનિ.ખાતે યુનિવર્સિટી પ્રેસિડેન્ટ એમ. કે. પટેલ ના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવી સ્વાતંત્ર પર્વની ઉજવણી કરાઈ..

Date:

પાટણ તા. 15
પાટણ શહેરના માતરવાડી ખાતે આવેલ એમ.કે.યુનિ.ખાતે 15 મી ઓગસ્ટ 78 માં સ્વાતંત્ર પર્વની ધ્વજ
વંદન સહિત દેશભક્તિના વિવિધ સાસ્કૃતિક કાર્યક્રમો થકી હર્ષો ઉલ્લાપૂણૅ વાતાવરણ વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી. એમ કે યુનિવર્સિટી ખાતે યુનિવર્સિટીના પ્રથમ પ્રેસિડેન્ટ મુકેશકુમાર કે. પટેલ દ્વારા રાષ્ટ્રની આન-બાન અને શાન સમા રાષ્ટ્ર ધ્વજને લહેરાવી સલામી આપવામાં આવી હતી..

ધ્વજારોહણ બાદ એમ કે યુનિવર્સિટી કેમ્પસ ખાતે આયોજિત કરાયેલા દેશભક્તિના વિવિધ સંસ્કૃતિ કાર્યક્રમનો ઉપસ્થિત મહાનુભાવના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના સાથે પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે એમ.કે.યુનિ.ના પ્રથમ પ્રેસિડેન્ટ મુકેશકુમાર કે. પટેલે સૌને સ્વાતંત્ર પર્વની શુભેચ્છા પાઠવી તેઓએ વિદ્યાર્થીઓના હિતમાં જાહેરાત કરતાં જણાવ્યું હતું

કે, એમ. કે. સ્કૂલ, એમ. કે. કોલેજ કે નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરી રહેલા અને અભ્યાસ કરીને ગયેલા જૂના તમામ વિદ્યાર્થીઓના સગા – સંબંધીઓ તથા મિત્રોને એમ. કે. યુનિવર્સિટીમાં એડમિશન કરવા પર સંબંધિત દરેક વિદ્યાર્થીને જુદા જુદા કોર્સ પ્રમાણે યુનિવર્સિટીની ટયુશન ફિસમાં 20 ટકા ની રાહત આપવા ની ધોષણા કરવામાં આવી હતી. જેના થકી છેવાડાના ગામડા કે અંતરિયાળ વિસ્તાર માંથી આવતા વિદ્યાર્થી ને આ આર્થિક લાભ મળવાથી તેઓ છૂટી ગયેલો કે અધૂરો રહેલ અભ્યાસ પૂરો કરી શકશે.

સ્વાતંત્ર પર્વની ઉજવણી પ્રસંગે ઉપસ્થિત ડૉ.રચના સ્વામી એ Research અને Ph.D ના અભ્યાસક્રમ અને યુનિ. માં ચાલતા BA, B.Com., B.Sc.,B.Tech., B.Lib.,BCA, BNYS, BJMC, MA, M.Sc., M. Com., M. Tech. , M.Lib., MCA, Education, B.Ed., M.Ed., GNM, B.Sc Nursing વિગેરે જેવા અનેક કોર્સથી વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. આ કાર્યક્રમમાં બી.એડ, એમ.એડ તથા નર્સિંગ ના વિદ્યાર્થીઓ દ્વારા દેશ ભક્તિના અલગ-અલગ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવા આવ્યા હતાં.જેનું સ્ટેજ સંચાલન રુતુ પરીખ અને બ્રિજલ દરજી દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે આભાર વિધિ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રો.ડૉ. અનિલ કુમારે કરી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

એમ કે યુનિવર્સિટી ખાતે 15 મી ઓગસ્ટ 78 માં સ્વાતંત્ર પર્વ નિમિત્તે આયોજિત કરાયેલા તમામ કાર્યક્રમો નું સફળ સંચાલન પ્રો.હેતલબેન દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શંકરલાલ ચૌધરી, યુનિવર્સિટી ના રજીસ્ટ્રાર ડૉ.કુલદીપ યાદવ,સાવરમલ,ધર્મપાલ, બી.એડ,એમ એડ અને નર્સિંગ સ્ટાફ તથા સબરીમાલા હોસ્પિટલ મેનેજમેન્ટના ડૉ.કામિની સોલંકી, પ્રવિણ દરજી,રતિલાલ દેસાઈ સહિત યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજના આચાર્ય,અધ્યાપકો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એ ઉપસ્થિત રહ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

વિશ્વ સાયકલ યાત્રા કરી પરત ફરી રહેલા પાટણ ના મૌલિક પટેલનું સ્વાગત કરાશે…

પાટણ તા.૧૧અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ના સમગ્ર ભારતના...

પાટણ શ્રી વાઘેશ્વરી શ્રીમાળી સોની મંડળની વાર્ષિક સાધારણ સભાની બેઠક યોજાઈ..

મંડળના આગામી બે વષૅ માટેના પ્રમુખ પદે અમિતભાઈ સોની...

વર્ચ્યુઅલ રિયાલિટી શો વિધાર્થીઓને શિક્ષણનાં જ્ઞાન સાથે ગમ્મત પણ પુરૂ પાડે છે : તજજ્ઞો..

પાટણની કે.કે.ગલ્સૅ હાઈસ્કૂલ ખાતે વર્ચ્યુઅલ રિયાલિટી શો ની જાણકારી...