પાટણ તા. 17
પાટણ શહેરના હેડ પોસ્ટ ઓફિસ સામે આવેલ શ્રીદેવ કોમ્પ્લેક્સ માંથી ચોરી કરેલા બાઈક સાથે આરોપીને પાટણ સીટી બી ડિવિઝન પોલીસ ટીમે આબાદ ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ઘરી હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ જિલ્લા પોલીસ વડા દ્ધારા વણ શોધાયેલ મિલકત સબંધી ગુન્હા શોધી કાઢવા સારૂ દરેક પોલીસ મથકે પર સુચના કરવામાં આવી હોય જે સુચના આધારે પાટણ બી ડિવિઝન પીઆઈ એમ.એ પટેલ ના માર્ગદર્શન અનુસંધાને બી ડિવિઝન સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન નવા બસ સ્ટેશન ખાતે આવતાં એક શંકમંદ ઇસમ બાઈક સાથે મળી આવતા તે ઇસમને બાઈક બાબતે પુછપરછ કરતાં કોઇ સંતોષકારક જવાબ આપતો ન હોઇ જેથી સદર બાઈક નો એન્જિન ચેચીસ નંબર પોકેટકોપની મદદથી સર્ચ કરતાં સદરી બાઈક ચોરાયા ની પાટણ સીટી બી ડિવિઝન પોલીસ મા ફરિયાદ નોંધાયેલ હોઇ ઇસમ પુછપરછ કરતા પોતાની પાસેનુ બાઈક પાટણ શ્રીદેવ કોમ્પ્લેક્ષ ખાડીયા માંથી ગઇ તા.૧૬/૦૪/૨૦૨૩ ના રોજ ચોરી કરેલ હોવાની કબુલાત કરતા ચોરીમાં ગયેલ બાઈક રીકવર કરી આરોપીને પકડી પાડી આગળની ઘટતી કાર્યવાહી કરવામાં આવેલ છે.પકડાયેલ આરોપીએ પોતાનું નામ અર્જુનભાઇ ધર્મેન્દ્રભાઇ જાતે.દવે ઉવ.૨૬ રહે પાટણ બદ્રીનાથની વાડી વેરાઇચકલા વાળો હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી