fbpx

છાપીમાં બનેલ ઘરફોડ ચોરીના બનાવવાનો ભેદ ઉકેલતી પાટણ એલસીબી ટીમ…

Date:

પાટણ તા. ૧૨
સિધ્ધપુર તાલુકાના છાપી પો.સ્ટે. વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીના ગુના નો ભેદ ઉકેલ પાટણ એલસીબી પોલીસ ટીમે ત્રણ આરોપીઓને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું પોલીસ સુત્રો તરફ જાણવા મળ્યું છે. આ બાબતે પોલીસ સુત્રો તરફથી મળતી હકીકત મુજબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિન્દ્ર પટેલ નાઓ દ્રારા પાટણ શહેર સહિત જિલ્લામાં મિલ્કત સંબંધિત ગુન્હાઓ શોધી કાઢવા કરેલ સૂચના આધારે પાટણએલ.સી.બી. ટીમના માણસો એ ચક્રો ગતિશીલ બનાવતા ટીમને મળેલી હકીકત કે છાપી મુકામેથી ઘરમાંથી સોના-ચાંદીના દાગિના તથા રોક રકમ સહિતની કુલ કિં.રૂ. ૧, ૯૩, ૯૩૧/- ની ચોરી કરનાર ત્રણ ઇસમો હાલમાં માતરવાડી પુલ પાસે ઉભેલા છે માહિતી આધારે ટીમે ધટના સ્થળે પહોંચી ઉપરોક્ત ત્રણ આરોપીઓને રંગેહાથ ઝડપી લઈ તમામ ની સી.આર.પી.સી કલમ-૪૧ (૧) આઇ મુજબ અટક કરી આગળની ઘટતી કાર્યવાહી કરવા સારૂ પાટપ સીટી બી ડીવી. પો.સ્ટે. ખાતે આરોપી ઓ ને સોંપતા અને તેની પુછપરછ કરતાં તેઓએ પોતાના નામ સાહરજી ઉર્ફે સાગર સુજાજી ઠાકોર રહે-વધાસર તા-સરસ્વતી જી-પાટણ, જહુભા કરણસિંહ ઝાલા રહે- કાકર તા-કાંકરેજ જી-બનાસકાંઠા અને તેજસિંહ મહોબતસિંહ વાઘેલા રહે- કાકર તા-કાંકરેજ જી-બનાસકાંઠા હોવાનું  જણાવ્યું  હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ પાલિકા વિસ્તારમાં આવતાં હાસાપુર-બોરસણ લીંક રોડ પર છેલ્લા બે માસથી ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યા..

પાલિકા સત્તાધીશો સમક્ષ અનેક રજૂઆતો છતાં પરિણામ શૂન્ય.. ભૂગર્ભ ગટર...

ભારત વિકાસ પરિષદ સિધ્ધહેમ શાખાની પ્રેરણાથી દેહદાન નો સંકલ્પ કરતાં હેમચંદભાઈ પટેલ..

પાટણ તા. ૧૭ભારત વિકાસ પરિષદ સિદ્ધહેમ શાખા પાટણ દ્વારા...

ચાર મોબાઇલ ચોરીનો ભેદ ઉકેલી ચોરીમા ગયેલ કુલ – ૦૪ મોબાઇલ રીકવર કરતી પાટણ પોલીસ..

પાટણ તા. ૧૭પાટણ શહેર સહિત જિલ્લામાં વણશોધાયેલ મિલકત સબંધી...