પાટણ તા. ૧૯
પાટણ નજીક આવેલા ખીમિયાણા ગામના વતની અને પાટણ શહેરમાં ગાયત્રી ઓટો સર્વિસ નામની દુકાન ધરાવતા વિષ્ણુભાઈ કાંતિલાલ પટેલની 33 વર્ષીય પુત્રવધુ ફાલ્ગુનીબેન સંદીપભાઈ પટેલ છેલ્લા કેટલાક સમયથી પાટણ શહેરના કડવા પાટીદાર સમાજની વાડી ખાતે ચાલતા ધ્યાન યોગ શિબિરમાં જતા હોય રક્ષાબંધનના દિવસે પણ તેઓ ધ્યાન યોગ શિબિર માં ગયા હતા.
ત્યારે અચાનક તેમનું હૃદય રોગના હુમલામાં નિધન થતા ધ્યાન યોગ શિબિરમાં આવતા લોકોમાં ગમગીની છવાઈ જવા પામી હતી. તો સ્વર્ગસ્થના પરિવારજનોમાં પણ ઘટનાના પગલે શોક છવાઈ જવા પામ્યો હતો. કોરોનાના કાર્યકાળ બાદ છેલ્લા કેટલાક સમયથી લોકોમાં હૃદય રોગના હુમલાની ઘટનાઓ વધી રહી છે ત્યારે રક્ષાબંધનના પવિત્ર દિવસે જ ફાલ્ગુની બેન સંદીપભાઈ પટેલ નું હૃદય રોગના હુમલા માં નિધન થયું હોવાની ઘટના પ્રકાશ માં આવવા પામી છે.સ્વર્ગસ્થ ફાલ્ગુનીબેન ને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે
અહેવાલ યશપાલ સ્વામી