જો મનુષ્ય જીવન સફળ બનાવવું હોય તો મા-બાપ ગુરુ, સમાજ,વતન,અને રાષ્ટ્રના ઋણમાંથી મુક્ત થવું પડે : કેબિનેટ મંત્રી.
પાટણ તા. ૨૪
કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષતામાં શેઠ એમ. એન. હાઇસ્કૂલ અને સ્વ.શ્રીમતી એન.સી.
એલ.સાંડેસરા હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે શનિવારે અદ્યતન પ્રયોગશાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અદ્યતન પ્રયોગશાળાનું લોકાર્પણ પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, વ્યક્તિના જીવનમાં પાંચ પ્રકારના ઋણ હોય છે. જેમાં મા-બાપ, ગુરુ, સમાજ, વતન, અને રાષ્ટ્રનું ઋણનો સમાવેશ થાય છે. મનુષ્ય જીવન જો સફળ બનાવવા માટે આ પાંચ ઋણ માંથી મુક્ત થવું પડે છે.
ઋણમાંથી મુક્ત થયેલા વ્યક્તિઓની જ સમાજમાં કદર થતી હોય છે. અહી બી.કે.પટેલ જેઓ આજ સ્કૂલમાં ભણી ગણીને આગળ વધ્યા હતા. તે જ સ્કૂલમાં આવનાર સમયમાં વિદ્યાર્થીઓ અને સમાજને ઉપયોગી થઈ શકે તે માટે રૂ. ૨૫ લાખનું દાન અદ્યતન પ્રયોગશાળા બનાવવા માટે આપ્યું છે. તેમની આ સેવાકીય પ્રવૃત્તિઓને હું દિલથી બિરદાવું છું. આ લોકાર્પણ પ્રસંગે હું વિદ્યાર્થીઓને કહેવા માગું છું કે આવનાર સમય સ્કિલનો સમય છે. જેમની પાસે સ્કિલ હશે એ જ યુવાન રોજગારી પ્રાપ્ત કરી શકશે.
જેથી આપ સૌ સ્કિલમાં પારંગતતા પ્રાપ્ત કરજો.આ પ્રસંગે પાટણ પ્રાંત અધિકારી મિતુલ પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી અશોકભાઈ ચૌધરી, સંગઠનના હોદ્દેદારો ડૉ. દશરથજી ઠાકોર, એમ.એન.હાઇસ્કૂલના નિવૃત્ત આચાર્ય ચંદ્રકાન્તભાઇ પટેલ, અગ્રણી બી.કે.પટેલ, ચેતનાબેન, ઉત્તર ગુજરાત યુવક મંડળના પ્રમુખ જે.કે.પટેલ, એમ.એન.હાઇસ્કૂલના આચાર્ય ધનરાજભાઈ ઠક્કર, શાળાઓના શિક્ષકો તેમજ બહોળી સંખ્યા માં વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ યશપાલ સ્વામી