fbpx

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં મેઘ વર્ષા વચ્ચે જન્માષ્ટમીના પાવન પવૅ ની ઉજવણી કરવામાં આવી..

Date:

પાટણ તા. ૨૭
જન્માષ્ટમીના પાવન પવૅ ની દર સાલ ની જેમ ચાલુ સાલે પણ પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ભકિતમય માહોલ વચ્ચે નંદ ધેર આનંદ ભયો જય કનૈયા લાલકી ના ગગનભેદી નાદ વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી. પાટણ શહેરના હિંગળાચાચર ચોકમાં આવેલા રાધાકૃષ્ણ મંદિર પરિસર ખાતે જન્માષ્ટમી નો અનેરો ઉત્સવ આનંદ ઉમંગ અને ઉલ્લાસ થી ઉજવવામાં આવ્યો હતો.

હિગળાચાચર યુવક મંડળ દ્વારા દર વષૅની જેમ ચાલુ વર્ષે પણ ભવ્ય મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો. મટકી ફોડ ઉત્સવ દરમ્યાન મેઘરાજા મનભરીને વરસતાં કૃષ્ણ ભકતો પણ ભક્તિ સંગીત ના સુરો વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણ ના રંગે રંગાઈ રાસ- ગરબા ની રમઝટ મચાવી હતી.

તો હિગળાચાચર ચોકમાં પિરામિડ આકારમાં કૃષ્ણ ભકતોએ ગોઠવાઈ બાલિકા ના હસ્તે મટકી ફોડી નંદ ધેર આનંદ ભયો જય કનૈયા લાલકી ના નાદ વચ્ચે સમગ્ર વાતાવરણ ભગવાન શ્રી કૃષ્ણ મય બનાવ્યું હતું. રાત્રે 12-39 કલાકના શુભમૂહૅતમા રાધાકૃષ્ણ મંદિર પરિસર ખાતે મહાઆરતી કરી લલ્લા ને પારણીયે ઝુલાવવામા આવ્યા હતા.

કૃષ્ણ જન્માષ્ટમીના પાવન પવૅ ની ઉજવણી પ્રસંગે શહેરના રાજકીય, સામાજિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં પાટણની ધમૅપ્રેમી જનતાએ ઉપસ્થિત રહી ભગવાન શ્રી કૃષ્ણ ના જન્મોત્સવ અને મટકી ફોડ સહિત ના ધામિર્ક પ્રસંગો નો લાભ લઈ વિશ્વ કલ્યાણ ની કામના સાથે જન્માષ્ટમીના પવૅ ને યાદગાર બનાવ્યો હતો.

જયારે પાટણ પ્રજાપતિ સમાજ પાટણના સેવાભાવી યુવાનો દ્વારા સૌ પ્રથમ વાર શ્રી પદ્મનાભ મંદિર પરિસર ખાતે ના શ્રી રાધાકૃષ્ણ મંદિર ખાતે જન્માષ્ટમીના પાવન પવૅ ની ઉજવણી કરવામાં આવી હતી. મંદિર પરિસર ખાતે ફટાકડાની આતશબાજી સાથે મટકી ફોડ ઉત્સવ ઉજવી ભગવાન સન્મુખ મહા આરતી કરી નંદ લાલા ને પારણીયે ઝુલાવવામા આવતા ઉપસ્થિત કૃષ્ણ ભકતોએ જય રણછોડ માખણ ચોર… નંદ ધેર આનંદ ભયો જય કનૈયા લાલકી ના જય ધોષ વચ્ચે રાસે રમી ભગવાન શ્રી કૃષ્ણ નો સમૂહ પ્રસાદ ગ્રહણ જન્માષ્ટમીના પાવન પવૅ ને યાદગાર બનાવ્યો હતો.

જોકે સતત વરસતાં વરસાદ ને કારણે પદ્મનાભ મંદિર માગૅ પર ભરાયેલા વરસાદી પાણી ના કારણે જન્માષ્ટમીના પવૅ મા સહભાગી બનવા અધીરા બનેલ ભકતોને મુશ્કેલીઓ ભોગવવી પડતાં કૃષ્ણ ભકતોની પાખી હાજરી જોવા મળી હતી. શહેરના જગન્નાથ મંદિર પરિસર ખાતે પણ જન્માષ્ટમીના પાવન પવૅ નિમિત્તે ભગવાન નો ભવ્ય અભિષેક શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે ભૂદેવો દ્રારા કરવામાં આવ્યો હતો.

જન્માષ્ટમીના પાવન પવૅ પ્રસંગે જગદીશ મંદિર પરિસર ખાતે પાટણ સમીપ આવેલા ડુંગરી પૂરા ગામે શૈક્ષણિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ક્રિશ્ચયન ફાધર ડોમીનીક અને તેમની સાથે જોડાયેલી સિસ્ટર સેલીન,વિમલા એ પણ ખાસ ઉપસ્થિત રહી શ્રી જગન્નાથ મંદિરમાં ભગવાન ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

તો મંદિરના મે.ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્ય ને બન્ને સિસ્ટરોએ રક્ષાબંધન કરી શુભેચ્છાઓ પાઠવતાં તેઓ દ્રારા બન્ને સિસ્ટરો અને ફાધર્સ ને ભગવાન ની ફોટો પ્રતિમાં સહિત ની ભેટ સોગાદો અપૅણ કરી જગન્નાથ મંદિર ટ્રસ્ટ પરિવાર વતી આભાર પ્રગટ કર્યો હતો.

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં કૃષ્ણ ભક્તો દ્વારા ઠેર ઠેર મટકી ફોડ ના કાર્યક્રમો સહિત રાધાકૃષ્ણ ના મંદિરોમાં મટકી ફોડ ઉત્સવ સાથે કૃષ્ણ જન્મોત્સવ ઉજવણી કરી જન્માષ્ટમીના પાવન પવૅ ની ઉજવણી ને યાદગાર બનાવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

થેલેસેમિયા સ્કીનીંગ કેમ્પ નું આયોજન કરાવવા ઈન્ડિયન રેડ ક્રોસ પરિવાર દ્વારા કુલપતિ ને રજુઆત.

પાટણ તા. ૮થેલેસેમિયા મુક્ત ગુજરાત બનાવવા ઇન્ડિયન રેડ સોસાયટી...

પાટણ નગરપાલિકા દ્વારા જૂના ગંજ બજાર ચોકમાં 78 માં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરાઈ..

પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમારે તિરંગાને લહેરાવી સલામી આપી. પાટણ...

યુનિવર્સિટી ના NSS પ્રો. કો.ઓર્ડીનેટર નો નિવૃત્તિ વિદાય સન્માન સમારંભ યોજાયો..

યુનિવર્સિટી ના NSS પ્રો. કો.ઓર્ડીનેટર નો નિવૃત્તિ વિદાય સન્માન સમારંભ યોજાયો.. ~ #369News

પાટણ શહેરના કાળકા રોડ પર આવેલા શ્રી પીપળાવાળી ચુડેલ માતા મંદિર પરિસર નો ભક્તિ સભર માહોલમાં પાટોત્સવ યોજાયો..

પાટણ શહેરના કાળકા રોડ પર આવેલા શ્રી પીપળાવાળી ચુડેલ માતા મંદિર પરિસર નો ભક્તિ સભર માહોલમાં પાટોત્સવ યોજાયો.. ~ #369News