રાત્રે ધરાસાઈ બનેલા મકાનના કાટમાળ નીચે બે વાહનો ને નુકશાન : જાનહાની ટળી..
મકાન માલિક ને જજૅરિત મકાન ઉતારી લેવા નોટિસ ની બજવણી કરાશે..
પાટણ તા. ૨૭
પાટણ શહેરમાં છેલ્લા એક સપ્તાહ થી પડી રહેલા વરસાદના કારણે શહેરના મહોલ્લા,પોળો અને સોસાયટી વિસ્તારમાં વર્ષો જુના જજૅરિત બનેલા મકાનો ધરાસાઈ થતાં હોવાના કિસ્સાઓ અવાર નવાર પ્રકાશમાં આવી રહ્યાં છે. જન્માષ્ટમીની રાત્રે ૧૨ વાગ્યા ની આસપાસ પાટણ શહેરના વોર્ડ નંબર ૮ માં આવેલ દોશીવાડા ની પોળમાં એક બંધ અને જજૅરિત બનેલ મકાન ધરાસાઇ થતાં મકાન નીચે પાકૅ કરેલા બે વાહનોને ભારે નુકશાન થવા પામ્યું હતું. જોકે રાત્રે બનેલી ઘટના ને પગલે કોઈ જાનહાની ન થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
મકાન ધરાસાઈ બન્યું હોવાની જાણ વિસ્તારના નગરસેવક ભરતભાઈ ભાટિયા ને થતાં તેઓએ ધટના સ્થળે પહોંચી પાલિકા ના ચિફ ઓફિસર સહિત બાધકામ વિભાગના એન્જિનિયર ને અવગત કરી મુબઈ સ્થિત રહેતા આ જજૅરિત મકાન ના માલિક ને આ જજૅરિત બનેલા મકાન ને ઉતારી લેવા માટે નોટિસ ની બજવણી કરવા જણાવતા તેઓ દ્રારા નોટિસ ની બજવણી કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.
પાટણ શહેરના મહોલ્લા, પોળો અને સોસાયટી વિસ્તારમાં અસંખ્ય મકાનો વર્ષો જૂના જર્જરી ત હાલતમાં પડવાના વાંકે ઉભા છે ત્યારે આવા મકાન માલિકોને નગરપાલિકા તંત્ર દ્વારા અગાઉ નોટિસ આપીને મકાનો રીનોવેશન કરવા અથવા તો ઉતારી લેવા માટે સૂચનાઓ આપી હોવા છતાં મકાનો ના માલિકો દ્વારા પોતાના જર્જરીત મકાનો ને રીનોવેશન કે તેને ઉતારવાની દરકાર ધ્યાને ન લેતા આવા જજૅરિત મકાનો પડવાના કિસ્સાઓ પ્રકાશ મા આવતા હોય છે. ત્યારે પાલિકા તંત્ર એ આવા જજૅરિત બનેલા અને નોટિસ આપી હોવા છતાં કોઈ કાર્યવાહી ન કરનાર મકાન માલિકો સામે કડક કાર્યવાહી હાથ ધરવી જોઈએ તેવી માંગ શહેરીજનોમાં પ્રબળ બનવા પામી છે.
અહેવાલ યશપાલ સ્વામી