google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

રાધનપુર ભીલોટ માગૅ પર અજાણ્યા વાહન ની ટકકરે ગુજરાત વિધાન સભા પૂર્વ અધ્યક્ષ હિંમતલાલ મુલાણી ના ભત્રીજા નું મોત..

Date:

અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા અન્ય એક ઈસમને અમદાવાદ રીફર કરાયો..

પાટણ તા. 8
પાટણ જિલ્લાના હાઇવે માર્ગો પર પૂર ઝડપે અને ગફલત ભરી રીતે વાહનો હંકારી પસાર થતા ચાલકો દ્વારા અવારનવાર નાના મોટા માર્ગ અકસ્માતના બનાવો સર્જીને અનેક નિર્દોષ માનવ જિંદગી ઓને મોતના મુખ માં ધકેલી રહ્યા છે. ત્યારે આવો જ માર્ગ અકસ્માત નો બનાવ શુક્રવારની સાંજે રાધનપુર ભીલોટ ત્રણ રસ્તા પાસે સર્જાતા એક નિર્દોષ માનવ જિંદગીનો ભોગ લેવાયો હોવાનું તેમજ અન્ય એક નિર્દોષ માનવ જિંદગી ગંભીર રીતે ઘવાય હોવાનું જાણવા મળ્યું છે.

આ વાચો http://369news.in/39506/

આ એકસીડન્ટની ઘટના ની મળતી હકીકત મુજબ શુક્રવારની સાંજે રાધનપુર ભીલોટ ત્રણ રસ્તા પાસેથી પસાર થઈ રહેલા બાઇક ચાલકને હાઇવે પરથી પસાર થઈ રહેલા કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા બાઈક સવાર ભીલોટ ગામના પિયુષભાઈ વસંતલાલ ઠક્કર ઉ.વ.35 નું મોત નિપજ્યું હતું.જયારે અમરાભાઈ ધારાભાઈ ભરવાડ નામના વ્યક્તિ ને ગંભીર ઈજા પહોચતા પ્રાથમિક સારવાર રાધનપુર હોસ્પિટલમાં આપ્યા બાદ વધુ સારવાર અર્થે તેઓને અમદાવાદ રિફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

આકસ્માત ના બનાવવાની જાણ રાધનપુર 108 ને થતાં ઘટના સ્થળે પહોંચી હતી.તો બનાવના પગલે પોલીસે પણ ઘટના સ્થળે દોડી આવી બાઈકને ટક્કર મારી ફરાર થયેલા અજાણ્યા વાહનને ઝડપી લેવા ચક્રો ગતિમાન બનાવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

અજાણ્યા વાહનની ટકકરે મૃત્યુ પામેલ વ્યક્તિ રાધનપુર વિધાનસભા ના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભા ના પૂર્વ અધ્યક્ષ હિંમતલાલ મુલાણી ના ભાઈ ના પુત્ર હોવાનું જાણવા મળ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

શ્રીમંત ફતેહસિંહરાવ લાઇબ્રેરી દ્વારા ગુજરાતી વ્યાકરણનો સેમીનાર યોજવામાં આવ્યો

પાટણ તા. 30 પાટણના ધો.10 ના વિદ્યાર્થીઓને ગુજરાતી વ્યાકરણનાં...

પાટણ શહેર સહિત જિલ્લામાં કુલ 3906 લોકોને સ્થળાંતરિત કરાયા..

પાટણ શહેર સહિત જિલ્લામાં કુલ 3906 લોકોને સ્થળાંતરિત કરાયા.. ~ #369News